200 ટકા આવશે વાવાઝોડુ, આ 10 જિલ્લામાં પડશે ધોધમાર વરસાદ, અંબાલાલ અને હવામાન વિભાગ બંનેએ એકસાથે કરી આગાહી..

મંગળવારથી ઘણા જિલ્લાઓમાં વરસાદ શરૂ થવાની સંભાવના છે, જે શનિવાર સુધી ચાલુ રહી શકે છે. 100 થી 120 કિલોમીટરની ઝડપે તોફાની પવન ફૂંકાવાની સંભાવના છે. ભારે વરસાદની પણ સંભાવના છે. આજે સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ તથા દીવમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી આપવામાં આવી છે.

તો બીજી બાજુ બંગાળની ખાડીમાં સિસ્ટમ બુધવાર સુધીમાં ચક્રવાતી તોફાનમાં વધુ તીવ્ર બને તેવી શક્યતા છે. આ વાવાઝોડું ગુરુવારે સવારે ઓડિશા-પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાની નજીક ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી સુધી પહોંચી શકે છે. આ તોફાન ગુરુવારે ઓડિશાના તटीય વિસ્તારમાં લેન્ડફોલ કરી શકે છે. IMDએ જણાવ્યું છે કે આ તોફાન બુધવાર સુધીમાં વધુ મજબૂત બનશે જેને ‘Cyclone Dana’ નામ આપવામાં આવ્યું છે.

24 ઓક્ટોબર સુધીમાં દાના વાવાઝોડું ઓડિશા-પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી સુધી પહોંચે તેવી શક્યતા છે. આ તોફાન ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોમાં તબાહી મચાવી શકે છે. IMDએ લોકોને સાવચેત રહેવા અને વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરવા જણાવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તરી તમિલનાડુ, તટીય આંધ્રપ્રદેશ અને ઓડિશામાં આગામી બેથી ત્રણ દિવસમાં ભારે વરસાદ પડી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *