પાક ધોવાઇ જશે, આ 10 જિલ્લામાં 20+ ઇંચ પડશે વરસાદ, અંબાલાલ પટેલે કરી છાતી ધ્રુજાવે તેવી આગાહી…

અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 22, 23 અને 24 ઓક્ટોબરે ગુજરાતમાં ભારે વરસાદ ખાબકી શકે છે. 7થી 14 નવેમ્બરે પણ પાછોતરો વરસાદ થવાની શક્યતા છે. અમરેલી, રાજકોટ, જૂનાગઢ અને દ્વારકામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે પણ અમદાવાદ, રાજકોટ, અમરેલી સહિત સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. પોરબંદર, રાજકોટ, જુનાગઢ, ગીર, સોમનાથ, અમરેલી, ભાવનગર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ દાદરામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં વરસાદની હવામાનની આગાહી છે. આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગે જણાવ્યું છે. આ સાથે જ અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે. નવસારી, ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની આગાહી છે. દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી છે. હાલ આખી દુનિયા ગ્લોબલ વોર્મિંગનો સામનો કરી રહી છે. અમેરિકાથી લઈને અમદાવાદ સુધી વાતાવરણમાં એવા પલટા આવી રહ્યાં છે કે, ઠંડીમાં ગરમી અને ગરમીમાં વરસાદ એવું અનુભવાય છે. ત્યારે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જે આગાહી કરી છે તે ભયંકર છે. તેમણે છે ક 2027 સુધીની આગાહી કરીને કહ્યું કે, આગામી દસકો વધુ ખરાબ હશે.

અંબાલાલ પટેલે કહ્યું કે, આજે અમદાવાદ ગાંધીનગરના વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે. આજે મધ્ય ગુજરાતના વાતાવરણમાં પલટો આવે તેવી શક્યતા છે. 22-23-24 ઓક્ટોબર સુધીમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ રહેશે. આ વિસ્તારોમાં વાદળવાયુ વાતાવરણ રહી શકે છે. 22 ઓક્ટોબરથી બંગાળના ઉપસગારમાં ચક્રવાત આવવાની શક્યતા છે. મધ્ય બંગાળની ખાડીમાં ચક્રવાતી મોસમી ગતિવિધિ બની રહી છે. જેના કારણે તમિલનાડુના દરિયાકાંઠાથી લઈને આંધ્રપ્રદેશ સુધી મુશળધાર વરસાદની સંભાવના છે. IMDએ કહ્યું કે 21 ઓક્ટોબરની આસપાસ બંગાળની ખાડીમાં નવું લો પ્રેશર બનવાની સંભાવના છે. જેના કારણે 24 થી 25 ઓક્ટોબર દરમિયાન દ્વીપકલ્પના ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *