100 વર્ષનો રેકોર્ડ તુટશે, 200 ટકા આ 10 જિલ્લામાં આવશે પુર, અંબાલાલ અને હવામાન વિભાગ બંનેએ એકસાથે કરી આગાહી…
22-23-24 ઓક્ટોબર સુધીમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ રહેશે. આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી છે. આ સાથે જ અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે. નવસારી, ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની આગાહી છે. દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગે તોફાન અંગે માછીમારોને પણ એલર્ટ કરી દીધા છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આંદામાન સમુદ્રમાં સાયક્લોનિક સરક્યુલેશન બન્યું છે. તેના પ્રભાવ હેઠળ, 21 ઓક્ટોબરે બંગાળની ખાડીમાં એક લો પ્રેશર વિસ્તાર બનવાની શક્યતા છે. તે પછી, લો પ્રેશર વિસ્તાર ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધી શકે છે અને 23 ઓક્ટોબરે બંગાળની ખાડીમાં ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. તેની અસરને કારણે 21 ઓક્ટોબર સુધી આંદામાન સમુદ્ર અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદ અને તેજ પવનની શક્યતા છે.
આગામી બે-ચાર દિવસમાં તે વધુ તીવ્ર બની શકે છે. કોંકણ અને ગોવા, મધ્ય મહારાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને કચ્છ સિવાય બાકીના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. 22 થી 25 ઓક્ટોબર સુધી શુષ્ક વાતાવરણ રહેવાની સંભાવના છે. 20 ઓક્ટોબરે કોંકણ અને ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, સૌરાષ્ટ્ર અને કચ્છ, ગુજરાત પ્રદેશમાં છૂટાછવાયા ભારે વરસાદની સંભાવના છે. 20 ઓક્ટોબરે મધ્ય મહારાષ્ટ્રમાં છૂટાછવાયા કરા પડવાની શક્યતા છે.