ઘરે કેવું હોય તો કંઇ દેજો, 200 ટકા આ 7 જિલ્લામાં થશે પુર જેવી સ્થિતિ, હવામાન વિભાગે તારીખ સાથે કરી આગાહી…

હવામાન વિભાગે રાજ્યમાં આગામી 5 દિવસ સુધી વરસાદની આગાહી કરી છે.. હવામાન ખાતાની આગાહી મુજબ આજે દ્વારકા, જામનગર, પોરબંદર, જુનાગઢ, ગીર-સોમનાથ, અમરેલી , રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગરમાં વરસાદની આગાહી કરી છે.. સાથે જ ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુૂર,નર્મદા, સુરત, તાપી, ડાંગ , નવસારીમાં પણ વરસાદની આગાહી છે. 23 થી 24 ઓક્ટોબરની વચ્ચે બંગાળની ખાડીની મધ્યમાં એક નવું વાવાઝોડું જન્મે તેવી પૂરી સંભાવના છે.

બંગાળની ખાડીમાં ફરી ચક્રવાત ઉઠી રહ્યું છે. અમેરિકન અને યુરોપિયન વેધર મોડલ્સે જણાવ્યું કે ચક્રવાત Dana 24 થી 26 ઓક્ટોબરની વચ્ચે ભારતના પૂર્વ કિનારે ટકરાશે. દક્ષિણ ભારતમાં સતત વરસાદના કારણે ઘણા ભાગોમાં પૂરની સ્થિતિ બની છે. બેંગલુરુ, ચેન્નઈ અને ઘણા શહેરોમાં પૂરથી લોકો પરેશાન છે. રસ્તાઓ અને રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે સ્થિતિ વધુ ખરાબ છે. હવામાન વિભાગે કહ્યું કે આગામી બે-ત્રણ દિવસમાં વધુ વરસાદની સંભાવના છે. જયારે દિલ્હી અને ઉત્તર ભારતમાં પણ હવામાનમાં પલટો આવવા લાગ્યો છે.

ફરી એકવાર સમુદ્રનો રાક્ષસ જાગી રહ્યો છે. આ વખતે તેનું નામ Dana છે. ચક્રવાત Dana ને લઈને એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે કહ્યું કે દક્ષિણ પશ્ચિમ બંગાળથી લઈને દક્ષિણ ભારતમાં મુશળધાર વરસાદ થઈ શકે છે. આ ચક્રવાત 24 થી 26 ઓક્ટોબરની વચ્ચે દરિયાકાંઠે ટકરાઈ શકે છે. હવામાન વિભાગે કહ્યું કે ભારત, બાંગ્લાદેશ અને મ્યાનમાર આનાથી સૌથી વધુ પ્રભાવિત થવાના છે. જયારે સતત વરસાદને કારણે દ્વીપકલ્પીય ભારતની સ્થિતિ ખરાબ છે. ચેન્નઈથી બેંગલુરુ અને પોંડિચેરીથી તિરુવનંતપુરમ સુધી વરસાદ પડી રહ્યો છે. પૂરના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. લોકોને ફ્લાયઓવર પર કાર પાર્ક કરવાની ફરજ પડી. આગામી 2 થી 3 દિવસમાં ઉત્તરી તમિલનાડુ, તટીય આંધ્રપ્રદેશ અને ઓડિશામાં ભારે વરસાદ પડી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *