500 ટકા પાક ધોવાઇ જશે, આ 10 જિલ્લામાં પડશે ધોધમાર વરસાદ, અંબાલાલ પટેલે આ 8 જિલ્લાને આપી ચેતવણી…
અંબાલાલ પટેલે કહ્યું કે, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, પંચમહાલ તથા ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે. કચ્છના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડી શકે છે. દિવાળીના તહેવારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. 1 થી 7 નવેમ્બર વાતાવરણ વાદળછાયું રહેશે. 19,20 ઓક્ટોબરે પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં સામાન્ય વરસાદની આગાહી છે. તો પંચમહાલ અને દાહોદમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદની શક્યતા છે.
કન્ડેક્ટિવ એક્ટિવિટીના કારણે રાજ્યમાં વરસાદની આગાહી છે. હવામાં ભેજનું પ્રમાણ અને ગરમી વધતા વરસાદની આગાહી છે. આજે 17 ઓક્ટોબરે પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં સામાન્ય વરસાદની આગાહી છે. તો પંચમહાલ અને દાહોદમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદની શક્યતા છે. 19 ઓક્ટોબરે તાપી અને ડાંગમાં ભારે વરસાદની આગાહી છે. 20 ઓકટોબરે અમરેલી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. 21 ઓક્ટોબરે અમરેલીમાં ભારે વરસાદની આગાહી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પણ ચોંકાવનારી છે. તેમણે આગામી 17 થી 24 ઓક્ટોબર માવઠાની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, 22 ઓક્ટોબર પછી દક્ષિણ ગુજરાત તથા દક્ષિણ સૌરાષ્ટ્રમાં માવઠા થશે. 18 ઓક્ટોબરથી 20 નવેમ્બર અરબી સમુદ્રમાં ડિપ ડિપ્રેશન બનશે, જે સાનુકુળ સ્થિતિ સર્જાશે તો ચક્રવાત બની શકે છે. અણધાર્યો વરસાદ રાજ્યમાં વિવિધ વિસ્તારમાં થશે. આજથી અરબી સમુદ્રના વિસ્તારોમાં પવનનું જોર વધશે. 22 થી 24 ઓક્ટોબર બંગાળના ઉપસાગરમાં ભારે વાવાઝોડું ફૂંકાશે. ઉત્તરીય પર્વતિય વિસ્તારોમાં પશ્ચિમી વિક્ષેપ આવશે જેના કારણે બરફ પડશે અને ઠંડી વધશે.