ગોઠણ સુધી ભરાશે પાણી, 200 ટકા આ 7 જિલ્લા હાઈ એલર્ટ પર, હવામાન વિભાગે તારીખ અને સ્થળ સાથે કરી આગાહી…
આગામી 19મી ઓક્ટોબરના રોજ તાપી અને ડાંગ એમ બે જિલ્લાઓ માટે ભારે વરસાદની આગાહી છે. આ સાથે ત્રીજા દિવસે એટલે કે, 20મી તારીખે તાપી, નવસારી, ડાંગ, વલસાડ, અમરેલી તથા દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે તેમણે જણાવ્યું છે કે, 21મી તારીખે સોમવારે અમરેલીમાં ભારે વરસાદની આગાહી આપી છે. દક્ષિણ ગુજરાતથી દક્ષિણ સૌરાષ્ટ્રમાં તેમજ કચ્છમાં માવઠું થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત મધ્ય ગુજરાત અને પંચમહાલના કેટલાંક ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. તેમજ ઉત્તર ગુજરાત અને કચ્છના પણ કેટલાક વિસ્તારોમાં માવઠાનો માર ભોગવવો પડી શકે છે.
અંબાલાલ પટેલની આગાહી મુજબ, તારીખ 22 ઓક્ટોબરથી એક મજબૂત સિસ્ટમ બનશે જે વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે. આ દરમિયાન ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે પશ્ચિમી વિક્ષોભ આવશે. જેની અસરથી દક્ષિણ પૂર્વીય તટો પર બરફ પડવાની શક્યતા રહેશે. જેની અસર દક્ષિણ મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જોવા મળી શકે છે. પહેલી નવેમ્બરથી સાત નવેમ્બર સુધી ગુજરાતના માથે વરસાદના વાદળો ઘેરાઈ શકે છે. 7 નવેમ્બર પછી બંગાળના ઉપસાગરમાં બીજું એક વાવાઝોડું આવશે. જેના કારણે સાતથી નવ નવેમ્બર સુધી ગુજરાતમાં માવઠું આવવાની શક્યતા છે.
તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે, રાજ્યમાં હવામાનમાં પલટો આવશે. ગરમી અને બફારા વચ્ચે તારીખ 24મી તારીખ સુધીમાં ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.