સગા સંબંધીને ફોન કરી દેજો, 500 ટકા આ 8 જિલ્લામાં થશે જળ બંબાકાર, હવામાન વિભાગે તારીખ સાથે કરી આગાહી…
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટરના જણાવ્યા પ્રમાણે, સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં થન્ડરસ્ટોર્મ સાથે વરસાદની આગાહી છે. આજે સૌરાષ્ટ્રના ચાર અને મધ્ય-દક્ષિણ ગુજરાતના આઠ જિલ્લામાં વરસાદની આગાહી છે. આજે સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ સહિત છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડ જિલ્લા તથા દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ રહેશે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 18થી 20 ઓક્ટોબર દરમિયાન દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ વરસવાનું અનુમાન છે. આ સાથે 21-22 ઓક્ટોબરે દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લાના કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
સુરતમાં બુધવારે સાંજે કડાકાભેર વરસાદ પડ્યો હતો. ચોમાસુ બેઠું હોય ત્યારે જે પ્રકારે આકાશમાં વાદળો ઘેરાય અને પવન ફૂંકાય અને વાદળો તીવ્ર ગર્જે તે પ્રકારનું વાતાવરણ સર્જાયું હતું. વીજળીના કડાકા ભડાકા વચ્ચે સુરત શહેરમાં ધોધમાર વરસાદ ઝીંકાયો હતો. જોકે, અડધો કલાકમાં વરસાદ અટકી પણ ગયો હતો.