ગામેગામ જાહેર કરી દો, વરસાદની તારીખો પણ જોઇ લેજો, હવામાન વિભાગ અને અંબાલાલ બંનેએ એકસાથે કરી આગાહી…

આગામી 48 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દાદર અને નગર હવેલીમાં વરસાદની શક્યતા છે. 18થી 20 ઓક્ટોબર દરમિયાન દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ વરસાદ વરસવાનું અનુમાન છે. આ સાથે 21-22 ઓક્ટોબરે દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લાના કેટલાક સ્થળોએ વરસાદની આગાહી છે.

અરબસાગરમાં બનેલું ડીપ ડિપ્રેશન ઓમાન તરફ ફંટાઈ જતા આમ તો રાહત મળી છે. પરંતુ આમ છતાં વરસાદ પીછો છોડે તેવું લાગતું નથી. હવામાન ખાતાએ કરતા કહ્યું છે કે કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા સાથે થન્ડર સ્ટોમ એક્ટિવિટી થશે. આ ઉપરાંત વિખ્યાત આગાહીકાર અંબાલાલ પટેલે પણ જે આગાહી કરી છે તે ખાસ જાણો.

આગાહીકાર અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી મુજબ ગ્રહોની દ્રષ્ટિ જોતા બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની શક્યતા જોવા મળી રહી છે. 17 ઓક્ટોબરથી અરબસાગરમાં ભારે પવન ફંકાશે. અરબસાગરમા ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા છે. ડીપ ડિપ્રેશન તોફાનમાં ફેરવાઈ શકે. 22 ઓક્ટોબર સુધીમાં ગુજરાતમાં વરસાદ રહેશે. દિવાળી આસપાસ પણ વાદળવાયુ રહી શકે છે. 17-18-19 નવેમ્બરમાં તીવ્ર ચક્રવાત રહેવાની શક્યતા છે. 29 નવેમ્બર થી 3 ડિસેમ્બર સુધીમાં ઠંડીની શરૂઆત થશે. આ વર્ષે માવઠા વધુ થશે તેવી શક્યતા છે. અંબાલાલ પટેલે કહ્યું કે, ગ્રહોની દ્રષ્ટિ જોતા બંગાળના ઉપસગારમાં આ મહિને વાવાઝોડાની શક્યતા છે. આગામી 24 કલાકમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાની સંભાવના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *