3-3 સિસ્ટમ થઇ સક્રિય, 200 ટકા આ 10 જિલ્લામાં પડશે ધોધમાર વરસાદ, અંબાલાલ પટેલે તારીખ અને સ્થળ સાથે કરી આગાહી….

આગામી 72 કલાક દરમિયાન સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડી શકે છે. આ સાથે ગુજરાત રિજનમાં પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, વલસાડ તથા દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળો પર વરસાદની આગાહી આપવામાં આવી છે. દરિયાઇકાંઠાના વિસ્તારો જેમ કે જામનગર, અમરેલી, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢના ભાગોમાં તથા દ્વારકાના ભાગોમાં તીવ્રતા જોવા મળી શકે છે.

ગુજરાતમાં સુરતમાં ફરી એક વાર વરસાદ શરૂ થયો હતો. સીટી લાઈટ, અઠવાગેટ, ઘોડદોડ રોડ વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. ભારે બફારા બાદ ઠંડક પ્રસરતાં લોકોમાં ખુશીનો માહોલ હતો. ભાવનગર જિલ્લાના ભાલ પંથકમાં વરસાદી માહોલ જામ્યો હતો.  ભાલ પંથકના અનેક ગામોમાં બપોર બાદ ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. અસહ્ય બફારા બાદ વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત મળી હતી. ભાલના સનેશ, ગણેશગઢ, કોટડા, ભડભીડ, મેવાસા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો હતો.

મંગળવારે ચેન્નઈ અને તમિલનાડુના અન્ય ભાગોમાં ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે શહેરમાં ટ્રાફિક સંપૂર્ણ રીતે ઠપ થઈ ગયો હતો. રહેણાંક વિસ્તારો અને રસ્તાઓ ઘૂંટણ સમા પાણીથી ભરાઈ ગયા હતા, જેના કારણે રોજિંદા જીવનને અસર પહોંચી હતી. અવિરત વરસાદને કારણે ટ્રાફિક જામ થયો હતો, જાહેર પરિવહન સેવાઓ ખોરવાઈ ગઈ અને ઘણી સ્થાનિક ફ્લાઈટ્સ રદ થઈ હતી. સધર્ન રેલવેએ પાણી ભરાવાને કારણે ચેન્નાઈ સેન્ટ્રલ-મૈસુર કાવેરી એક્સપ્રેસ સહિત ચાર એક્સપ્રેસ ટ્રેનો રદ કરવાની જાહેરાત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *