100 વર્ષનો રેકોર્ડ તુટશે, 200 ટકા આ 10 જિલ્લામાં આવશે પુર, અંબાલાલ અને હવામાન વિભાગ બંનેએ એકસાથે કરી આગાહી…
હજુ 72 કલાક ગુજરાતમાં વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. સુરત, તાપી, નવસારી, ડાંગમાં વરસાદ પડી શકે છે. વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી છે. તો રાજકોટ, અમરેલી, ગીર સોમનાથમાં વરસાદની શક્યતા છે. આ બે દિવસમાં થંડર સ્ટ્રોમ સાથે વરસાદ આવવાનું અનુમાન છે. તો અમદાવાદમાં પણ વરસાદની હવામાનની આગાહી છે. ગ્રહોની દ્રષ્ટિ જોતા આ મહિને વાવાઝોડાની શક્યતા છે. આ કારણે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વારસાદ રહેશે.
17 ઓક્ટોબરથી અરબ સાગરમાં ભારે પવન ફૂંકાશે. અરબસાગરમા ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા છે. આ ડીપ ડિપ્રેશન તોફાનમાં ફેરવાઈ શકે છે. આ કારણે 22 ઓક્ટોબર સુધીમાં ગુજરાતમાં વરસાદ રહેશે. અંબાલાલે આ વર્ષે દિવાળી બગડવાની પણ કરી આગાહી. તેમણે કહ્યું કે, દિવાળી આસપાસ પણ વાદળવાયુ રહી શકે છે. 7 નવેમ્બર બંગળાની ખાડીમાં ચક્રવાત બનવાની શક્યતા છે. 17-18-19 નવેમ્બરમાં તીવ્ર ચક્રવાત રહેવાની શક્યતા છે. 29 નવેમ્બર થી 3 ડિસેમ્બર સુધીમાં ઠંડીની શરૂઆત થશે. આ વર્ષે માવઠા વધુ થશે તેવી શક્યતા છે.
અરબ સાગર સક્રિય લો પ્રેશર સિસ્ટમ વેલમાર્ક લો પ્રેશર બની હતી, હવે તે ડિપ્રેશન બની ચૂકી છે. પરંતુ તે સિસ્ટમ ઓમાન તરફ જઇ રહી છે. હવે એની અસર ગુજરાત પર એટલી બધી વર્તાય તેવી સંભાવના નથી. તે સિસ્ટમના કારણે અત્યાર સુધી વરસાદ પડી ગયો છે, પરંતુ હવે લોકલએક્ટિવિટીના કારણે આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો વરસાદ થઇ શકે છે. આ ઉપરાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે. અરબ સાગર અને બંગાળની ખાડી બંને સક્રિય છે.