વાવાઝોડુ 100 ટકા આવશે, આ 8 જિલ્લાને અપાયું એલર્ટ, હવામાન વિભાગે ભારે વરસાદની કરી આગાહી…
આજે રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દાદર અને નગર હવેલીમાં વરસાદની શક્યતા છે. ગ્રહોની દ્રષ્ટિ જોતા બંગાળના ઉપસગારમાં આ મહિને વાવાઝોડાની શક્યતા છે. આ કારણે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદ રહેશે. 7 નવેમ્બરે બંગળાની ખાડીમાં ચક્રવાત બનવાની શક્યતા છે. 17-18-19 નવેમ્બરમાં તીવ્ર ચક્રવાત રહેવાની શક્યતા છે.
અરબ સાગર સક્રિય લો પ્રેશર સિસ્ટમ વેલમાર્ક લો પ્રેશર બની હતી, હવે તે ડિપ્રેશન બની ચૂકી છે. પરંતુ તે સિસ્ટમ ઓમાન તરફ જઇ રહી છે. હવે એની અસર ગુજરાત પર એટલી બધી વર્તાય તેવી સંભાવના નથી. તે સિસ્ટમના કારણે અત્યાર સુધી વરસાદ પડી ગયો છે, પરંતુ હવે લોકલએક્ટિવિટીના કારણે આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો વરસાદ થઇ શકે છે. આ ઉપરાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે. અરબ સાગર અને બંગાળની ખાડી બંને સક્રિય છે.
17 ઓક્ટોબરથી અરબ સાગરમાં ભારે પવન ફૂંકાશે. અરબસાગરમ ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા છે. આ ડીપ ડિપ્રેશન તોફાનમાં ફેરવાઈ શકે છે. આ કારણે 22 ઓક્ટોબર સુધીમાં ગુજરાતમાં વરસાદ રહેશે. અંબાલાલે આ વર્ષે દિવાળી બગડવાની પણ કરી આગાહી. તેમણે કહ્યું કે, દિવાળી આસપાસ પણ વાદળવાયુ રહી શકે છે. 7 નવેમ્બર બંગળાની ખાડીમાં ચક્રવાત બનવાની શક્યતા છે. 17-18-19 નવેમ્બરમાં તીવ્ર ચક્રવાત રહેવાની શક્યતા છે. 29 નવેમ્બર થી 3 ડિસેમ્બર સુધીમાં ઠંડીની શરૂઆત થશે. આ વર્ષે માવઠા વધુ થશે તેવી શક્યતા છે.