2-2 સિસ્ટમ થઇ સક્રિય, સાવધાન! આ 10 જિલ્લાને અપાયું રેડ એલર્ટ, હવામાન વિભાગ અને અંબાલાલ બંનેએ એકસાથે કરી આગાહી…

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના મતે 16થી 17 તારીખ વચ્ચે લો પ્રેશર બનશે, તેના કારણે દક્ષિણ ગુજરાતમાં 16 ઓકટોબરથી 22ઓકટોબર દરમિયાન વરસાદ આવવાની શક્યતાઓ રહેશે. હાલ જૂનાગઢ, ગીર, સોમનાથ, દીવ, અમરેલી, ડાંગ, તાપી, સુરત, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી સહિત ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ છે. અમદાવાદમાં પણ વરસાદ રહેશે. દિવાળી આસપાસ પણ વાદળવાયુ વાતાવરણ રહેશે.

અરબી સમુદ્રની મધ્યમાં એક વરસાદી સિસ્ટમ સક્રિય છે જે ડિપ્રેશનની સ્થિતિમાં છે. આગામી 24 કલાક દરમિયાન આ સિસ્ટમ નબળી પડીને વેલમાર્ક લો પ્રેશરમાં બદલાવવાની સંભાવના છે. આગામી 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. આ સાથે તેમણે જણાવ્યું છે કે, આવતીકાલથી સિસ્ટમ નબળી પડતા વરસાદની તીવ્રતામાં ઘટાડો નોંધાશે. ગુજરાતના નવસારી સુધી ચોમાસાની વિદાય થઈ ગઈ છે. નવસારીની નીચેના વિસ્તારોમાં હજી ચોમાસું સક્રિય છે.

અરબ સાગર સક્રિય લો પ્રેશર સિસ્ટમ વેલમાર્ક લો પ્રેશર બની હતી, હવે તે ડિપ્રેશન બની ચૂકી છે. પરંતુ તે સિસ્ટમ ઓમાન તરફ જઇ રહી છે. હવે એની અસર ગુજરાત પર એટલી બધી વર્તાય તેવી સંભાવના નથી. તે સિસ્ટમના કારણે અત્યાર સુધી વરસાદ પડી ગયો છે, પરંતુ હવે લોકલ એક્ટિવિટીના કારણે આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો વરસાદ થઇ શકે છે. આ ઉપરાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે. અરબ સાગર અને બંગાળની ખાડી બંને સક્રિય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *