સગા સંબંધીને ફોન કરી દો, 500 ટકા આ 8 જિલ્લામાં થશે જળ બંબાકાર, હવામાન વિભાગે તારીખ સાથે કરી આગાહી…

હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, હજુ 24 કલાક ગુજરાતમાં વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. સુરત, તાપી, નવસારી, ડાંગમાં વરસાદ પડી શકે છે. વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી છે. તો રાજકોટ, અમરેલી, ગીર સોમનાથમાં વરસાદની શક્યતા છે. આ બે દિવસમાં થંડર સ્ટ્રોમ સાથે વરસાદ આવવાનું અનુમાન છે. તો અમદાવાદમાં પણ હળવા વરસાદની હવામાનની આગાહી છે. 16 અને 17મી ઓક્ટોબરે અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

અંબાલાલ પટેલે કહ્યું કે, ગ્રહોની દ્રષ્ટિ જોતા બંગાળના ઉપસગારમાં આ મહિને વાવાઝોડાની શક્યતા છે. ભૌગોલિક સ્થિતિ જોતા અરબસાગરમા 14 થી 15 ઓક્ટોબર સુધીમાં ભેજના કારણે વરસાદની શક્યતા છે. આ કારણે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વારસાદ રહેશે. 17 ઓક્ટોબરથી અરબ સાગરમાં ભારે પવન ફૂંકાશે. અરબસાગરમા ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા છે. આ ડીપ ડિપ્રેશન તોફાનમાં ફેરવાઈ શકે છે. આ કારણે 22 ઓક્ટોબર સુધીમાં ગુજરાતમાં વરસાદ રહેશે. અંબાલાલે આ વર્ષે દિવાળી બગડવાની પણ કરી આગાહી. તેમણે કહ્યું કે, દિવાળી આસપાસ પણ વાદળવાયુ રહી શકે છે. 7 નવેમ્બર બંગળાની ખાડીમાં ચક્રવાત બનવાની શક્યતા છે. 17-18-19 નવેમ્બરમાં તીવ્ર ચક્રવાત રહેવાની શક્યતા છે. 29 નવેમ્બર થી 3 ડિસેમ્બર સુધીમાં ઠંડીની શરૂઆત થશે. આ વર્ષે માવઠા વધુ થશે તેવી શક્યતા છે.

ગુજરાતનું ચેરાપુંજી ગણાતા વલસાડ જિલ્લામાં નવરાત્રી બાદ પણ વરસાદ વરસી રહ્યો છે, જેને લઈ વલસાડ જિલ્લામાં 75 હજાર હેકટરમાં ડાંગરનો પાક કરતા ખેડૂતોએ નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. પાછળથી પડેલા વરસાદના કારણે ડાંગરનો ઉભો પાક પડી જવા પામ્યો છે તો ડાંગરનો તૈયાર થયેલો પાક ખેડૂતો દ્વારા કાપણી કર્યા બાદ વરસાદ પડતાં ડાંગરનો પાક ખરાબ થઈ જવા પામ્યો છે. જિલ્લામાં મોટા ભાગના ખેડૂતો ડાંગરની ખેતી કરે છે અને ડાંગરના પાક પર નભે છે ત્યારે પાછળથી પડેલા વરસાદના કારણે ખેડૂતોનો ડાંગરનો ઉભો પાક ખરાબ થઈ જવાના કારણે ખેડૂતોએ નુકશાની વેઠવાનો વારો આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *