3-3 સિસ્ટમ થઇ સક્રિય, 200 ટકા આવશે વાવાઝોડુ, તારીખો જોવી હોય તો જોઇ લેજો, હવામાન વિભાગ અને અંબાલાલ બંનેએ એકસાથે કરી આગાહી…
અંબાલાલે 16 અને 17 ઓક્ટોબરે એમ બે દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, અને દરિયાકાંઠાના ભાગોમાં વરસાદની શક્યતા છે. 17થી 22 ઓક્ટો. વચ્ચે કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટા વરસી શકે છે. દિવાળીમાં પણ વાતાવરણમાં પલટો આવી શકે છે. 7 નવેમ્બરે એક બીજી સિસ્ટમ સક્રિય થશે. 23 ઓક્ટોબરે બંગાળની ખાડીમાં ભારે ચક્રવાત બનવાની શક્યતા છે. 17થી 20 નવેમ્બરેમાં બંગાળની ખાડીમાં પ્રચંડ વાવાઝોડુ સર્જાશે.
અંબાલાલ પટેલે કહ્યું કે, ગ્રહોની દ્રષ્ટિ જોતા બંગાળના ઉપસગારમાં આ મહિને વાવાઝોડાની શક્યતા છે. ભૌગોલિક સ્થિતિ જોતા અરબસાગરમા 14 થી 15 ઓક્ટોબર સુધીમાં ભેજના કારણે વરસાદની શક્યતા છે. આ કારણે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વારસાદ રહેશે. 17 ઓક્ટોબરથી અરબ સાગરમાં ભારે પવન ફૂંકાશે. અરબસાગરમા ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા છે. આ ડીપ ડિપ્રેશન તોફાનમાં ફેરવાઈ શકે છે. આ કારણે 22 ઓક્ટોબર સુધીમાં ગુજરાતમાં વરસાદ રહેશે.
અંબાલાલે આ વર્ષે દિવાળી બગડવાની પણ કરી આગાહી. તેમણે કહ્યું કે, દિવાળી આસપાસ પણ વાદળવાયુ રહી શકે છે. 7 નવેમ્બર બંગળાની ખાડીમાં ચક્રવાત બનવાની શક્યતા છે. 17-18-19 નવેમ્બરમાં તીવ્ર ચક્રવાત રહેવાની શક્યતા છે. 29 નવેમ્બર થી 3 ડિસેમ્બર સુધીમાં ઠંડીની શરૂઆત થશે. આ વર્ષે માવઠા વધુ થશે તેવી શક્યતા છે.