ઘરે કેવું હોય તો કંઈ દેજો, 200 ટકા આ 7 જિલ્લામાં થશે પુર જેવી સ્થિતિ, હવામાન વિભાગે તારીખ અને સ્થળ સાથે કરી આગાહી…

હવામાન વિભાગે જણાવ્યું કે, આજે પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને, દીવમાં આવતીકાલે વરસાદ છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાંથી ચોમાસાએ વિદાય લીધી છે, પરંતું નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં હજી સુધી ચોમાસાએ વિદાય લીધી નથી. સિસ્ટમ બદલાવાના કારણે આગામી પાંચ દિવસ સુધી ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરેક જિલ્લામાં વરસાદ પડશે.

અરબી સમુદ્રમાં પણ લો પ્રેશર સર્જાઈ રહ્યું છે. આ સિસ્ટમને કારણે 12 થી 13 ઓક્ટોબર દરમિયાન મધ્ય અરબી સમુદ્ર પર લો પ્રેશર સિસ્ટમમાં ફેરવાય તેવી શક્યતા છે. આ સિસ્ટમના કારણે કેરળ, લક્ષદ્વીપ અને તટીય કર્ણાટકના ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. ગુજરાતમાં પણ વરસાદની સંભાવના છે. આ પછી તે ઉત્તર-પશ્ચિમ તરફ પણ આગળ વધી શકે છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં વિકસી રહેલી નવી હવામાન પ્રણાલીને કારણે દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાનમાં ફેરફારની અસર મહારાષ્ટ્રમાં જોવા મળી રહી છે. ગુરુવારે મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થયો હતો. અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં વધુ એક સાયક્લોનિક સર્ક્યુલેશન વિકસી રહ્યું છે. સ્કાયમેટ વેધર અનુસાર, 12 ઓક્ટોબર સુધીમાં, આ સિસ્ટમ દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં ઓછા દબાણવાળા વિસ્તારમાં ફેરવાઈ શકે છે. આના કારણે નીચા દબાણનો વિસ્તાર પૂર્વ ભારતના દરિયાકાંઠાના વિસ્તારો તરફ આગળ વધી શકે છે. આ મોસમી હિલચાલ 16 ઓક્ટોબર સુધીમાં આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં લેન્ડફોલ કરી શકે છે. જેના કારણે પૂર્વ ભારતના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *