ગામના પાદરે બોર્ડ મારી દેજો, એકસાથે 5 ઇંચ પડશે વરસાદ, અંબાલાલ પટેલે કરી ધબકારા વધે તેવી આગાહી…
અંબાલાલ પટેલે આગામી 2 દિવસ એટલે કે 16 અને 17 ઓક્ટોબરે એમ બે દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર, અને દરિયાકાંઠાના ભાગોમાં વરસાદની શક્યતા છે. પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને, દીવમાં વરસાદ પડશે. નર્મદા, ભરૂચ, સુરત, તાપી, પોરબંદર, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદ થશે. તો વલસાડ, ભરૂચ, ડાંગ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદ રહેશે.
નવરાત્રિ બાદ વરસાદ ધબધબાટી બોલાવશે. રાજ્યમાં આગામી બે દિવસ વરસાદની આગાહી છે. અરબી સમુદ્રમાં વેલમાર્ક લૉ પ્રેસર બનતા વરસાદની આગાહી છે. તો ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરાયું છે. પરંતું આ વચ્ચે નવા વાવાઝોડાના અપડેટ પણ આવી ગયા છે.
દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં વધુ એક સાયક્લોનિક સર્ક્યુલેશન વિકસી રહ્યું છે. અરબી સમુદ્રમાં પણ લો પ્રેશર સર્જાઈ રહ્યું છે. આના કારણે 12 થી 13 ઓક્ટોબર દરમિયાન મધ્ય અરબી સમુદ્ર પર નીચા દબાણનો વિસ્તાર બની શકે છે. આ સિસ્ટમના કારણે ઘણા રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે.