3-3 સિસ્ટમ થઇ સક્રિય, 200 ટકા આ 10 જિલ્લામાં થશે જળ બંબાકાર, અંબાલાલ પટેલે તારીખ અને સ્થળ સાથે કરી આગાહી…
નર્મદા, ભરૂચ, સુરત, તાપી, પોરબંદર, ગીર સોમનાથ અને દીવમાં આજે ભારે વરસાદ થશે. તો આવતીકાલે રવિવારે સુરત, નવસારી, વલસાડ, ભરૂચ, ડાંગ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદ રહેશે. પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને, દીવમાં આવતીકાલે ભારે વરસાદ છે. સિસ્ટમ સક્રિય થવાના કારણે ધોધમાર વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે.
આગામી દિવસોમાં ભારતના અનેક રાજ્યોમાં હવામાનનો બેવડો ફટકો પડી શકે છે. સ્કાયમેટ વેધરના અહેવાલ મુજબ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં નીચા દબાણનો વિસ્તાર બની શકે છે. આ બંને સ્થળોએ બે હવામાન પ્રણાલીઓ વિકસિત થઈ રહી છે. સ્કાયમેટ વેધરએ પણ દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રમાં લો પ્રેશર વિસ્તાર બનવાની ચેતવણી જારી કરી છે. આ સિસ્ટમ આગામી 3 થી 4 દિવસમાં એટલે કે 12 અથવા 13 ઓક્ટોબર સુધીમાં મધ્ય અરબી સમુદ્રમાં ડિપ્રેશન સિસ્ટમમાં ફેરવાય તેવી શક્યતા છે.
દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં વધુ એક સાયક્લોનિક સર્ક્યુલેશન વિકસી રહ્યું છે. સ્કાયમેટ વેધર અનુસાર, 12 ઓક્ટોબર સુધીમાં, આ સિસ્ટમ દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં ઓછા દબાણવાળા વિસ્તારમાં ફેરવાઈ શકે છે. આના કારણે નીચા દબાણનો વિસ્તાર પૂર્વ ભારતના દરિયાકાંઠાના વિસ્તારો તરફ આગળ વધી શકે છે. આ મોસમી હિલચાલ 16 ઓક્ટોબર સુધીમાં આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં લેન્ડફોલ કરી શકે છે. જેના કારણે પૂર્વ ભારતના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે.