ઢોલ નગારા વગાડીને જાહેર કરી દો, આ 10 જીલ્લામાં પડશે 15+ ઇંચ વરસાદ, અંબાલાલ અને હવામાન વિભાગ બંનેએ એકસાથે કરી આગાહી…

આજે સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે. તો સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દીવ, દમણ અને, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ યેલો અલર્ટ છે. મોટા ભાગે સાંજના સમયે વરસાદ પડે તેવી શક્યતા છે. આજથી 13 ઓક્ટોબર સુધી રાજ્યમાં વરસાદની આગાહી છે. ડીપ ડિપ્રેશન બનવાના કારણે આગામી 14 થી 22 ઓક્ટોબર દરમ્યાન તોફાન થવાની શક્યતા છે.

તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં વાદળછાયા વાતાવરણના કારણે 4 ડીગ્રી તાપમાનમાં ઘટાડો થશે. ત્રણ દિવસ તાપમાન ઘટશે બાદમાં ફરી તાપમાનમાં વધારો થશે. અમદાવાદમાં ક્યાંક વરસાદ રહી શકે છે. ખાસ કરીને વરસાદ સાંજના સમયે રહેવાની શક્યતા છે. તેથી નવરાત્રિ પર અસર પડશે. અત્યાર સુધી સીઝનમાં 75 ટકા સૌરાષ્ટ્ર કચ્છ સાથે ગુજરાતમાં 25 ટકા વધુ વરસાદ નોંધાયો છે.

બીજી તરફ, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી કે, 12 ઓક્ટોબર સુધી ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડશે. આજે ખેલૈયાઓના રંગમાં ભંગ પડશે. આજે સુરત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ પડશે. તો દક્ષિણ ગુજરાતમાં વરસાદ આવશે. પંચમહાલ ના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ આવશે. અમદાવાદ ગાંધીનગરમાં પણ વરસાદ પડવાની આગાહી છે. તો આહવા, ડાંગ, વલસાડ અને નવસારીમાં વરસાદનું પ્રમાણ વધશે. આ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરી છે. ડીપ ડિપ્રેશન બનવાના કારણે આગામી 14 થી 22 ઓક્ટોબર દરમ્યાન તોફાન થવાની શક્યતા છએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *