ઘરમાં 2-2 ફૂટ ભરાશે પાણી, ફટાફટ તારીખો લખી લો, હવામાન વિભાગે સિસ્ટમ બદલાતા કરી આગાહી….
15ઓક્ટોબરના રોજ હવામાનમાં પલટો આવશે અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ થશે. તેમજ વડોદરાના ભાગમાં વરસાદની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના ભાગમાં વરસાદની શક્યતા રહેશે. 17થી 21 ઓક્ટોબરના રોજ મોટો પલટો આવશે અને ગુજરાતના કોઈ કોઈ ભાગમાં વરસાદ થશે. 17થી 21 ઓક્ટોબરમાં અરબ સાગરમાં હલચલ જોવા મળશે અને 22થી 28 ઓક્ટોબરમાં વાવાઝોડું સક્રિય થવાની શક્યતા છે.
અંબાલાલ પટેલ વધુમાં જણાવ્યું છે કે, સામાન્ય રીતે ઓક્ટોબર મહિનામાં વાવાઝોડા બંગાળના ઉપસાગરમાં બનતા હોય છે. પરંતુ ચાલુ વર્ષે ઓક્ટોબર મહિનામાં અરબ સાગરમાં પણ વાવાઝોડું બનવાની શક્યતા રહેશે.
અંબાલાલ પટેલે જણાવ્યું કે, 17થી 21 ઓક્ટોબરમાં અરબ સાગરમાં હલચલ જોવા મળશે અને 22થી 28 ઓક્ટોબરના વાવાઝોડું સક્રિય થવાની શક્યતા છે. આ વાવાઝોડાનો માર્ગ ઓમાન તરફ રહેતો હોય છે. પરંતુ ઓમાન તરફનો માર્ગ રહેવાની શક્યતા ઘટી છે. પરંતુ જેટ ધારાના કારણે પશ્ચિમ સૌરાષ્ટ્ર માર્ગ થઈને કચ્છના ભાગોમાં થઈ પાકિસ્તાન તરફનો માર્ગ રહેવાની શક્યતા છે. તેમજ બંગાળની ખાડીમાં 22 ઓક્ટોબરથી વાવાઝોડું સક્રિય થશે અને વાવાઝોડાની અસર દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળશે. જોકે જાણ્યા અજાણ્યા કારણે વાવાઝોડા બન્યા કરશે.