40ની ઝડપે ફૂંકાશે પવન, આ 13 જીલ્લામાં પડશે ધોધમાર વરસાદ, હવામાન વિભાગ અને અંબાલાલ બંનેએ કરી આગાહી…

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યુ કે આગામી 14 ઓક્ટોબરથી 22 ઓક્ટોબર વચ્ચે અરબી સમુદ્રમાં વાવાઝોડું ઉત્પન્ન થશે. 17 ઓક્ટોબરથી ત્રણ દિવસ એટલે કે 19 તારીખ સુધી દરિયામાં ભારે પવન ફૂંકાશે. તેમણે કહ્યું કે બંગાળમાં વાવાઝોડાને કારણે ગુજરાતમાં વરસાદ આવશે. 12 તારીખ સુધીમાં ભાવનગર, જૂનાગઢ, અમરેલી, ખંભાત, મધ્ય અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની સંભાવના છે

હવામાન નિષ્ણાંત અંબાલાલે કહ્યું કે શરદ પૂનમથી લઈને દિવાળી સુધીમાં હવામાનમાં સતત પલટો આવી શકે છે. 13 ઓક્ટોબરે બંગાળના ઉપરવાસમાં વાવાઝોડાની સંભાવના છે. તો આગામી 18થી 20 તારીખ સુધી અરબી સમુદ્રમાં વાવાઝોડું ફુંકાશે. આ સાથે અંબાલાલે માવઠાની પણ સંભાવના વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલે કહ્યું કે ઓક્ટોબરના છેલ્લા સપ્તાહમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે જેની અસર મહિનાના અંત સુધી જોવા મળશે.

આ સિવાય પરેશ ગોસ્વામીએ કહ્યું કે રાજ્યમાં હળવા વરસાદની સંભાવના છે. કચ્છના વિસ્તારોમાં પણ હળવો વરસાદ પડી શકે છે. તેમણે કહ્યું કે ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં નૈઋત્ય ચોમાસાની વિદાય થઈ ગઈ છે. પરંતુ ચોમાસાની વિદાય પછી સામાન્ય રીતે વરસાદ પડતો હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *