સગા સંબંધીને ફોન કરી દો, 500 ટકા આ 8 જિલ્લામાં થશે જળ બંબાકાર, હવામાન વિભાગે તારીખ સાથે કરી આગાહી…
આગામી 4 દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક જિલ્લામાં વરસાદની આગાહી કરાઈ છે. ગાજવીજ સાથે ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદની આગાહી છે. આજે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નર્મદા સુરત ડાંગ વલસાડ નવસારી તાપીમાં વરસાદની આગાહી છે. 12-13 ઓક્ટોબરે દક્ષિણ ભારત, મુંબઈ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં સિસ્ટમ બનવાની શક્યતા છે. આ દિવસોમાં અમદાવાદ, વડોદરા, પંચમહાલ,હિંમતનગર, સાબરકાંઠામાં ભારે વરસાદ થઇ શકે છે.
અંબાલાલ પટેલે કહ્યું કે, નવરાત્રિમાં આજથી 12 ઓક્ટોબર સુધીમાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં હળવા કે મધ્યમ વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. તો 12-13 ઓક્ટોબરે દક્ષિણ ભારત, મુંબઈ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં સિસ્ટમ બનવાની શક્યતા છે. 14-16 ઓક્ટોબર સુધીમાં પશ્ચિમ ભારતના વાદળવાયુ વાતાવરણ રહેશે. 17 ઓકોબરે સૂર્ય તુલા રાશિમાં આવતા અરબસાગર અને બંગાળની ખાડીમાં એક વાવવાઝોડું બનવાની શક્યતા છે. આ વાવાઝોડું 19 થી 22 ઓક્ટોબર સુધીમાં વધુ એક્ટિવ થઈ જશે. અરબી સમુદ્રના દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અસર બતાવશે અને વરસાદ લાવશે. દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં વેસટર્ન ડિસ્ટર્બન્સ શક્યતા રહેતા વાવાઝોડાની દિશા ગુજરાતમાં વરસાદ લાવી શકે છે. જો કે વાવાઝોડું ગુજરાતથી દૂર રહીને કચ્છના ભાગોમાં થઈને પાકિસ્તાન તરફ જઈ શકે અથવા ગુજરાતથી દૂર રહી શકે છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર એકે દાસે જણાવ્યું કે, અરબી સમુદ્રમાં લક્ષદીપ નજીક લો પ્રેશર સક્રિય થયું. લો પ્રેશરના કારણે ગુજરાત તરફ ભેજ આવશે. આગામી 4 દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક જિલ્લામાં છુટા છવાયા વરસાદની આગાહી કરાઈ છે. ગાજવીજ સાથે ગુજરાતના અનેક જિલ્લામાંહળવા વરસાદની આગાહી છે. આજે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નર્મદા સુરત ડાંગ વલસાડ નવસારી તાપીમાં સામાન્ય વરસાદની આગાહી છે.