200 ટકા આવશે વાવાઝોડું, આ 10 જિલ્લામાં પડશે ધોધમાર વરસાદ, અંબાલાલ અને હવામાન વિભાગ બંનેએ એકસાથે કરી આગાહી…

નવરાત્રિમાં 9-10 અને 12 ઓક્ટોબરમાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં હળવા કે મધ્યમ વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે. તો બીજી તરફ, હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ 7 થી 9 ઓક્ટોબરમાં વરસાદની આગાહી કરી છે. તો 12-13 ઓક્ટોબરે દક્ષિણ ભારત, મુંબઈ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં સિસ્ટમ બનવાની શક્યતા છે. 14-16 ઓક્ટોબર સુધીમાં પશ્ચિમ ભારતના વાદળવાયુ વાતાવરણ રહેશે.

આગાહીકારે કહ્યું કે, 17 ઓકોબરે સૂર્ય તુલા રાશિમાં આવતા અરબસાગર અને બંગાળની ખાડીમાં એક વાવવાઝોડું બનવાની શક્યતા છે. આ વાવાઝોડું 19 થી 22 ઓક્ટોબર સુધીમાં વધુ એક્ટિવ થઈ જશે. અરબી સમુદ્રના દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અસર બતાવશે અને વરસાદ લાવશે. દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં વેસટર્ન ડિસ્ટર્બન્સ શક્યતા રહેતા વાવાઝોડાની દિશા ગુજરાતમાં વરસાદ લાવી શકે છે. જો કે વાવાઝોડું ગુજરાતથી દૂર રહીને કચ્છના ભાગોમાં થઈને પાકિસ્તાન તરફ જઈ શકે અથવા ગુજરાતથી દૂર રહી શકે છે.

તેમણે વધુમાં કહ્યું કે, બંગાળની ખાડીની સિસ્ટમના કારણે દેશના દક્ષિણ ભાગોમાં વરસાદ રહી શકે છે. 16 થી 22 ઓક્ટોબર સુધીમાં  ગુજરાતના મધ્ય અને પૂર્વીય ભાગોમાં ભારે ઝાપટા થઇ શકે છે. તો આ દિવસોમાં અમદાવાદ, વડોદરા, પંચમહાલ,હિંમતનગર, સાબરકાંઠામાં ભારે વરસાદ થઇ શકે છે. 22 ઓક્ટોબરથી સવારના ભાગોમાં ઠંડકની શરૂઆત થઈ જશે. તેના બાદથી ઠંડી લાગવાની શરૂઆત થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *