સૂર્યકુમાર થયો ઇજાગ્રસ્ત, આ ગુજરાતી ખેલાડી બીજી મેચમાં કરી શકે છે કેપ્ટનશીપ…
બીજી મેચ પહેલા પ્રેક્ટિસ દરમિયાન ભારતીય સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ ઇજા ગ્રસ્ત થયો હોવાનું અનુમાન જાણવા મળ્યું છે. જો તેની ઇજા વધુ ગંભીર જણાશે તો તેને આરામ આપવામાં આવશે. આવી સ્થિતિમાં નવા કેપ્ટન તરીકે ગુજરાતી સ્ટાર ઓલ રાઉન્ડર હાર્દિક પંડ્યાની પસંદગી થઈ શકે છે. હાર્દિક પંડ્યા આ પહેલા ઘણી વખત કેપ્ટનશિપ કરી ચૂક્યો છે. બીજી તરફ તેની પાસે પણ અનુભવ પણ છે.