મોટો ઝટકો, બીજી મેચ પહેલા આ સ્ટાર ભારતીય ખેલાડી થયો ઇજાગ્રસ્ત…
આવતીકાલે ભારતીય ટીમ બાંગ્લાદેશ સામે બીજી ટી-20 મેચ રમાવાની છે. આ મેચ પહેલા હાલમાં તમામ ખેલાડીઓ પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા છે. પ્રેક્ટિસ દરમિયાન એક ખરાબ સમાચાર પણ સામે આવ્યા છે. ભારતીય ટીમનો સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ તાજેતરમાં ઇજાગ્રસ્ત થયો હોવાનું સામે આવ્યું છે. જો તેની ઈજા ગંભીર જણાશે તો તેને બહાર પણ બેસાડવામાં આવી શકે છે. જેથી ફરી એક વખત ટીમ બદલાઈ શકે છે.