વરૂણ ચક્રવર્તીએ કહ્યું- મેં ભલે 3 વિકેટ લીધી પરંતુ આ ગુજરાતી ખેલાડી છે અસલી ગેમ ચેન્જર…
ગઈકાલે પ્રથમ મેચમાં ભારતીય ટીમને શાનદાર જીત મળી હતી. વરુણ ચક્રવર્તીએ 3 વર્ષ બાદ વાપસી કરીને પ્રથમ મેચમાં જ 3 વિકેટ લીધી હતી. ગંભીરના કારણે તેને સ્થાન મળ્યું હતું. મેચ બાદ તેણે જણાવ્યું હતું કે મેં ભલે 3 વિકેટ લીધી પરંતુ હાર્દિકના સારા પ્રદર્શનના કારણે જીત મળે છે. તેણે બોલિંગ અને બેટિંગ બંનેમાં સારું પ્રદર્શન કર્યું છે. તેનાથી અમને ઘણો ફાયદો થતો હતો. તે સતત દબાણ બનાવવામાં પણ સફળ રહ્યો છે.