તિલક-હર્ષિતની થશે એન્ટ્રી, બીજી મેચમાં આવી કંઇક રહેશે પ્લેઇંગ 11, જાણો કોણ થશે બહાર…
પ્રથમ મેચમાં ભારતીય ટીમે બાંગ્લાદેશ સામે શાનદાર જીત મેળવી છે પરંતુ તમામ ખેલાડીઓને તક મળે તેવા પ્રયત્નો થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં બીજી મેચમાં ફેરફાર થશે તે નક્કી છે. પ્લેઇંગ ઇલેવનની વાત કરીએ તો ફરી એક વખત સંજુ સેમસન અને અભિષેક શર્મા ઓપનિંગ કરતા જોવા મળશે. આ ઉપરાંત સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, રિયાન પરાગ, વોશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, અર્ષદીપ સિંહ અને હર્ષિત રાણાને સ્થાન આપવામાં આવશે.