અર્શદીપ બન્યો દિલદાર, કહ્યું- મેં ભલે 3 વિકેટ લીધી પરંતુ આ ગુજરાતી ખેલાડીના કારણે મળી જીત…
ગઈકાલે પ્રથમ મેચમાં જીત મળ્યા બાદ ભારતીય સ્ટાર બોલર અર્શદીપ દ્વારા મહત્વનું નિવેદન આપવામાં આવ્યું હતું. આ મેચમાં અર્શદીપે 3 વિકેટ લીધી હતી છતાં પણ તેણે મેચ બાદ અર્શદીપે પોતાને નહીં પરંતુ ગુજરાતી સ્ટાર ઓલ રાઉન્ડર હાર્દિક પંડ્યાને અસલી હીરો ગણાવ્યો છે. તેણે કહ્યું હતું કે હાર્દિકે બોલિંગમાં એક વિકેટ લીધી અને બેટિંગમાં તેણે 39 રન બનાવ્યા હતા. તેણે બંનેમાં તબાહી મચાવી અને બાંગ્લાદેશ સામેથી જીત અપાવી છે.