સૂર્યકૂમાર યાદવે કરી જાહેરાત, પ્રથમ મેચમાં 9 સદી ફટકારનાર આ ખેલાડી કરશે સંજુ સેમસન સાથે ઓપનિંગ…
આવતીકાલે પ્રથમ ટી-20 મેચમાં ફરી એક વખત નવા ખેલાડીઓ જોવા મળશે. સૂર્ય કુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમ આ સીરિઝ રમવાની છે. સૂર્યકુમારે તાજેતરમાં કોણ ઓપનિંગ કરશે તે બાબતે ખુલાસો કર્યો છે. એક તરફ જોઈએ તો સંજુ સેમસન ઓપનિંગ કરશે તે નિશ્ચિત છે તો બીજી તરફ 9 સદી ફટકારનાર અભિષેક શર્માને સ્થાન આપવામાં આવશે તેવું નક્કી કરવામાં આવ્યું છે. આઈપીએલના સારા પ્રદર્શન બાદ હવે તેને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં અજમાવવામાં આવશે.