નવરાત્રીની મજા બગડશે કે શું? આ તારીખોમાં વરસાદ પડશે, ચક્રવાતની પણ ડરામણી આગાહી, ડિસેમ્બર સુધી પીછો નહીં છોડે આ વરસાદ!

ભારતીય હવામાન વિભાગ (IMD)એ કેટલાક રાજ્યોમાંથી ભલે દક્ષિણ પશ્ચિમ ચોમાસુની વિદાયની જાહેરાત કરી દીધી છે પરંતુ પૂર્વોત્તર મોનસૂન હજુ પણ વરસે એવા આસાર છે. દક્ષિણ પૂર્વી પ્રાયદ્વીપીય ભારતમાં ઓક્ટોબર-ડિસેમ્બર મહિનામાં સામાન્યથી વધુ વરસાદ થવાનું પૂર્વાનુમાન છે. મોનસૂન બાદ મૌસમ માટે પૂર્વાનુમાન જાહેર કરતા આઈએમડીના મહાનિદેશક મૃત્યુંજય મહાપાત્રએ કહ્યું કે ઓક્ટોબર-ડિસેમ્બર દરમિયાન દક્ષિણ-પૂર્વી પ્રાયદ્વીપીય ભારતમાં સરેરાશ 334.13 મિમી વરસાદ પડશે. જે 112 ટકા હશે. જેને શીતકાલીન મોનસૂન તરીકે પણ ઓળખવામાં આવે છે. આઈએમડીના જણાવ્યાં મુજબ રાયલસીમા, યનમ, તટીય આંધ્ર પ્રદેશ, પુડુચેરી, તમિલનાડુ, કેરળ અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં વરસાદ પડશે. તમિલનાડુ માટે આ મુખ્ય વર્ષાની ઋતુ છે. રાજ્યમાં આ દરમિયાન વધુ વરસાદ નોંધાય છે.

ભૂમધ્યરેખીય પ્રશાંત મહાસાગર ઉપર સ્થિત લા નીનાના કારણે તમિલનાડુ અને પુડુચેરીમાં સામાન્યથી ઓછો વરસાદ પડી શકે છે. લા નીનાને ભારતમાં પૂર્વોત્તર મોનસૂનને દબાવવા માટે જાણવામાં આવે છે. આઈએમડીના પ્રમુખે કહ્યું કે લા નીના દરમિયાન તમિલનાડુ અને પુડુચેરીમાં સામાન્યથી ઓછો વરસાદ થાય છે.

આઈએમડી અધિકારીઓએ કહ્યું કે પૂર્વોત્તર મોનસૂનનું પ્રદર્શન ઘણી હદ સુધી આંતર મૌસમી વિકાસ પર નિર્ભર કરશે. આગામી કેટલાક દિવસો દરમિયાન દક્ષિણ પશ્ચિમ મોનસૂનની વાપસીની ગતિ વધવાની સંભાવના છે અને ઉત્તર પશ્ચિમ તથા ઉત્તરી ભારતથી વરસાદ બંધ થવાની શક્યતા છે. આઈએમડી અધિકારીઓએ કહ્યું કે પૂર્વોત્તર મોનસૂનનું પ્રદર્શન ઘણી હદ સુધી આંતર મૌસમી વિકાસ પર નિર્ભર કરશે. આગામી કેટલાક દિવસો દરમિયાન દક્ષિણ પશ્ચિમ મોનસૂનની વાપસીની ગતિ વધવાની સંભાવના છે અને ઉત્તર પશ્ચિમ તથા ઉત્તરી ભારતથી વરસાદ બંધ થવાની શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *