દરિયામાં સર્જાયું મહાશક્તિશાળી વાવાઝોડું! શું ગુજરાતમાં અસર થશે? 215 કિમીની ઝડપે ફૂંકાઈ શકે છે પવન
અંબાલાલ પટેલે નવરાત્રિમાં વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરી છે. જેને કારણે ખેલૈયાઓ અને આયોજકો ચિંતામાં છે. બીજી બાજુ ક્રેથોન તોફાન ધીમે ધીમે પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે અને ટૂંક સમયમાં સુપર ટાયફૂનમાં ફેરવાઈ જશે. આ સમયગાળા દરમિયાન ફૂંકાતા ઝડપી પવન છતોને ઉડાવી દેવાની સાથે વૃક્ષોને પણ ભોંયભેગા કરી દેશે અને પાકનો સફાયો કરી નાખશે. દક્ષિણ એશિયાઈ દેશ ફિલિપાઈન્સની શાળા-કોલેજોમાં પણ રજાઓ જાહેર કરી દેવામાં આવી છે.
ખાસ કરીને તારીખ 3 ઓક્ટોબરથી નવરાત્રિની શરૂઆત થઈ રહી છે, અને 12 ઓક્ટોબરે નવરાત્રિ પૂર્ણ થશે. ત્યારે અંબાલાલ પટેલે નક્ષત્ર જોઈને ભવિષ્યવાણી કરી કે, નવરાત્રિના દિવસોમાં તડકો પડવાની શક્યતા રહેશે અને તડકા વચ્ચે ક્યાંક વરસાદ થવાની શક્યતા છે. શરદપૂનમના દિવસે પણ દરિયા કિનારે ભારે પવન ફૂંકાશે અને શરદ પૂનમની રાત્રે ચંદ્ર જો શ્યામ વાદળોમાં આખી રાત ઢંકાયેલો હશે તો વાહનોને અસર કરે તેવુ ચક્રવાત બનવાની શક્યતા રહેશે.
દક્ષિણ એશિયાઈ દેશ ફિલિપાઈન્સની શક્તિશાળી તોફાન હાલત ખરાબ કરી રહ્યું છે. 290 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાય તેવી સંભાવના છે. આ વાવાઝોડાને કારણે તમામ શાળા-કોલેજો બંધ કરી દેવામાં આવી હતી, દરિયામાંથી બોટો હટાવવાની સાથે લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. સુરક્ષાના બધા ઉપાયો છતાં ત્યાં મોટા પ્રમાણમાં નુકશાન થવાની સંભાવના છે. આ વાવાઝોડાને ક્રેથોન નામ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કૈગાયન અને બટાનસ પ્રાંતના બાલિટાંગ દ્વીપના તટીય વિસ્તારોમાં 175 થી 215 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાવાની આગાહી છે. ટાયફૂન ક્રેથોન ધીમે ધીમે પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું હતું અને મંગળવારે જ્યારે તે તાઈવાનથી ઉત્તરપૂર્વ તરફ વળશે ત્યારે સુપર ટાયફૂન બની શકે છે.
હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલ એલર્ટ ગુજરાતીઓના ટેન્શનને વધારી દેશે. કારણકે, 3 થી 12 ઓક્ટોબર વચ્ચે યોજાનાર નવરાત્રિ મહોત્સવ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગે ઓક્ટોબરમાં ભારતના મોટાભાગના રાજ્યોમાં વરસાદની આગાહી કરી છે. આવી સ્થિતિમાં વરસાદ નવરાત્રિ-દશેરાની મજા બગાડે તેવી સંભાવના છે. આ સાથે જ અંબાલાલ પટેલે પણ નવરાત્રિના દિવસોમાં વરસાદની આગાહી કરી છે. નવરાત્રિમાં અનેક શહેરોમાં વરસાદ પડવાની અંબાલાલ પટેલે આપી આગાહી.