ગામના પાદરે બોર્ડ મારી દેજો, એકસાથે 5 ઇંચ પડશે વરસાદ, અંબાલાલ પટેલે કરી ધબકારા વધારે તેવી આગાહી…

8થી10 ઓક્ટોમ્બર દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતના અમૂક ભાગોમાં વરસાદ પડવાની તેમણે સંભાવના વ્યક્ત કરી છે. જ્યારે અરબી સમૃદ્રમાં 10થી14 ઓકરોમબર દરમિયાન વરસાદી સિસ્ટમ બનવાની શક્યતાઓ પણ અંબાલાલે વ્યક્ત કરી છે, જે વરસાદી સિસ્ટમ ચક્રવાતનું સ્વરૂપ પણ ધારણ કરી શકે છે. 28 ઓક્ટોબર સુધીમાં આ સાયકલોન ચક્રવાતમાં રૂપાંતર થઈ શકે છે જેની અસર સૌરાષ્ટ્ર સહિતના ભાગોમાં વરસાદની અસર થઈ શકે છે. 

દક્ષિણ પૂર્વી પ્રાયદ્વીપીય ભારતમાં ઓક્ટોબર-ડિસેમ્બર મહિનામાં સામાન્યથી વધુ વરસાદ થવાનું પૂર્વાનુમાન છે. ગુજરાતની વાત કરીએ તો રાજ્ય હવામાન ખાતાએ 7 દિવસની આગાહી કરી છે, જેમાં ગુજરાત રિઝિયનમાં છુટા છવાયા વરસાદની શકયતા છે. કચ્છથી જૂનાગઢ સુરેન્દ્રનગર ડીસા સુધી ચોમાસાની વિદાય છે. ઓકટોબર મહિનામાં સામાન્ય અથવા સામાન્યથી વધુ વરસાદની શક્યતા છે. આઈએમડીનું આ આકલન અનેક વૈશ્વિક હવામાન મોડલોથી મળેલા આઉટપુટ પર આધારિત છે.

દક્ષિણ પશ્ચિમ મોનસૂનના દરમિયાન જૂનથી સપ્ટેમ્બર વચ્ચે ભારતમાં 108 ટકા વરસાદ પડ્યો જે સામાન્ય કરતા વધારે છે. આ વખતે વરસાદને કારણે નવરાત્રીમાં વિધ્ન પડી શકે છે. આઈએમડી અનુસાર, તટીય આંધ્ર પ્રદેશ, રાયલસીમા, યનમ, કેરળ અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં પુડુચેરી, તમિલનાડુમાં વરસાદ પડશે. તમિલનાડુ માટે આ મુખ્ય વર્ષાની ઋતુ છે. રાજ્યમાં આ દરમિયાન વધુ વરસાદ નોંધાય છે. લા નીનાને ભારતમાં પૂર્વોત્તર મોનસૂનને દબાવવા માટે જાણવામાં આવે છે. આઈએમડીના પ્રમુખ અનુસાર, લા નીના દરમિયાન તમિલનાડુ અને પુડુચેરીમાં સામાન્યથી ઓછો વરસાદ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *