આ લોકપ્રિય સરકારી યોજનાના બદલાઈ ગયા નિયમો! જાણો હવે કઈ રીતે મળશે પૈસા…

દીકરીના નામે માત્ર એક સુકન્યા સમૃદ્ધિ ખાતું ખોલાવી શકાય છે. આ સ્કીમ હેઠળ માત્ર 250 રૂપિયામાં ખાતું ખોલાવી શકાય છે. સરકાર તરફથી આ યોજનામાં આઠ ટકાથી વધુ વ્યાજ મળે છે. આ ખાતું ફક્ત પુત્રીના જન્મ સમયે અથવા તે 10 વર્ષની થાય ત્યાં સુધી ખોલી શકાય છે.નવા નિયમ હેઠળ, જો સુકન્યા સમૃદ્ધિ યોજનામાં દીકરીઓના કાયદેસર વાલી દ્વારા એકાઉન્ટ ઓપરેટ કરવામાં આવતું નથી, તો આ ખાતું બંધ કરી શકાય છે. આ અંતર્ગત આ ફેરફાર પણ કરવામાં આવ્યો છે, અગાઉ આ એકાઉન્ટ પુત્રીના મૃત્યુ અથવા પુત્રીના રહેઠાણનું સરનામું બદલવા પર બંધ થઈ શકતું હતું. પરંતુ હવે ખાતાધારકની જીવલેણ બીમારી પણ તેમાં સામેલ થઈ ગઈ છે.

સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) ખાતું ત્રીજી પુત્રીના જન્મ પર પણ ખોલી શકાય છે. આ નિયમ હેઠળ, પ્રથમ પુત્રી પછી જન્મેલી જોડિયા પુત્રીઓ માટે એકાઉન્ટ ખોલવાની જોગવાઈ છે. આ રીતે વ્યક્તિ પોતાની ત્રણ દીકરીઓ માટે ખાતું ખોલાવી શકે છે. અગાઉના નિયમો હેઠળ દીકરી 10 વર્ષની ઉંમરે એકાઉન્ટ ઓપરેટ કરી શકતી હતી. પરંતુ નવા નિયમો હેઠળ આમાં ફેરફાર કરવામાં આવ્યો છે. નવા નિયમો હેઠળ દીકરીઓને 18 વર્ષની ઉંમર પહેલા સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ ઓપરેટ કરવાની મંજૂરી નથી. 18 વર્ષની ઉંમર સુધી, ખાતું ફક્ત કાનૂની વાલી દ્વારા જ સંચાલિત કરવામાં આવશે.

સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) હેઠળ કરવામાં આવેલા રોકાણો પર મળવાપાત્ર વ્યાજની રકમની નાણાં મંત્રાલય દ્વારા દર ત્રિમાસિકમાં સમીક્ષા કરવામાં આવે છે. 30 સપ્ટેમ્બરના રોજ પૂરા થતા ક્વાર્ટર માટે વ્યાજ દર વાર્ષિક 8.2% પર જાળવી રાખવામાં આવ્યો છે. સુકન્યા સમૃદ્ધિના ખાતાની પાકતી મુદત પર ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે નાણાં પ્રાપ્ત થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *