500 ટકા આભ ફાટશે, તારીખો જોવી હોય તો જોઇ લેજો, હવામાન વિભાગ અને અંબાલાલ બંનેએ એકસાથે કરી જબરદસ્ત આગાહી…
3 ઓક્ટોબરના રોજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં તથા દીવમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. આ સાથે વડોદરા, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં તથા દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી છે. મધ્ય ગુજરાત અને દક્ષિણમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. તો પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ખેડા, આણંદ, ભાવનગર, ભરૂચ, સુરત, વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
આજે રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. મધ્ય ગુજરાત અને દક્ષિણમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. વડોદરા, ખેડા, આણંદ, ભાવનગર, ભરૂચ, સુરત, વલસાડમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. રાજ્યમાં વરસાદ અંગે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી એવું કહે છે કે, નવરાત્રિ દરમિયાન રાજ્યમાં વરસાદની શક્યતાઓ છે. સ્થાનિક વાતાવરણના કારણે બપોર બાદ રાજ્યના કોઈ કોઈ ભાગોમાં વરસાદ પડી શકે છે.
8 થી 10 ઓક્ટોબર દરમિયાન દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતના અમુક ભાગોમાં વરસાદ પડી શકે છે. 10 થી 14 ઓક્ટોબર દરમિયાન અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ બનવાની શક્યતાઓ છે. જે વરસાદી સિસ્ટમ ચક્રવાતનું સ્વરૂપ પણ ધારણ કરી શકે છે. 28 ઓક્ટોબર સુધીમાં આ સાયકલોન ચક્રવાતમા રૂપાંતર થઈ શકે છે. ચક્રવાતની અસર સૌરાષ્ટ્ર સહિતના ભાગોમાં વરસાદના રૂપે જોવા મળી શકે છે.
3 ઓક્ટોબરથી ગુજરાતીઓના ફેવરિટ નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ નવરાત્રિ મહોત્સવ માટે ખેલૈયાઓમાં હંમેશાથી થનગનાટ જોવા મળતો હોય છે. પરંતું હવે જ્યારે નવરાત્રિને ગણતરીના દિવસો બાકી છે, ત્યાં વરસાદ વિધ્ન બનીને ત્રાટકે તેવું લાગી રહ્યું છે. ત્યારે નવરાત્રિના નવ દિવસ દરમિયાન હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે. નવરાત્રિના નવ દિવસ દરમિયાન દિવસે તડકો અને રાત્રે વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે તેવું તેમણે જણાવ્યું.