ગુજરાતમાં આગામી 72 કલાક ભારે, મુશળધાર વરસાદ તુટી પડવાની હવામાન વિભાગની નવી નકોર આગાહી…

રાજ્યમાં હજુ વરસાદ પડવાની સંભાવના…. આજે સૌરાષ્ટ્રમાં પડી શકે વરસાદ… તો દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે… આજે રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. મધ્ય ગુજરાત અને દક્ષિણમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. વડોદરા, ખેડા, આણંદ, ભાવનગર, ભરૂચ, સુરત, વલસાડમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે

આવતી કાલથી શરૂ થઈ રહ્યો છે શક્તિની આરાધનાનો પર્વ. એટલેકે, નવરાત્રિનો પર્વ. ગુજરાતીઓ નવ દિવસ માતાજીની પુજા-અર્ચના અને ઉપાસનાની સાથો-સાથ નવ દિવસ રંગે ચંગે ગરબે ગુમતા હોય છે. જોકે, આ વખતે હવામાન વિભાગની આગાહી અને અંબાલાલનું અનુમાન ગરબા રસિકો માટે માઠા સમાચાર લઈને આવ્યું છે. ખાસ કરીને તારીખ 3 ઓક્ટોબરથી નવરાત્રિની શરૂઆત થઈ રહી છે, અને 12 ઓક્ટોબરે નવરાત્રિ પૂર્ણ થશે. ત્યારે અંબાલાલ પટેલે નક્ષત્ર જોઈને ભવિષ્યવાણી કરી કે, નવરાત્રિના દિવસોમાં તડકો પડવાની શક્યતા રહેશે અને તડકા વચ્ચે ક્યાંક વરસાદ થવાની શક્યતા છે. શરદપૂનમના દિવસે પણ દરિયા કિનારે ભારે પવન ફૂંકાશે અને શરદ પૂનમની રાત્રે ચંદ્ર જો શ્યામ વાદળોમાં આખી રાત ઢંકાયેલો હશે તો વાહનોને અસર કરે તેવુ ચક્રવાત બનવાની શક્યતા રહેશે.

હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલ એલર્ટ ગુજરાતીઓના ટેન્શનને વધારી દેશે. કારણકે, 3 થી 12 ઓક્ટોબર વચ્ચે યોજાનાર નવરાત્રિ મહોત્સવ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગે ઓક્ટોબરમાં ભારતના મોટાભાગના રાજ્યોમાં વરસાદની આગાહી કરી છે. આવી સ્થિતિમાં વરસાદ નવરાત્રિ-દશેરાની મજા બગાડે તેવી સંભાવના છે. આ સાથે જ અંબાલાલ પટેલે પણ નવરાત્રિના દિવસોમાં વરસાદની આગાહી કરી છે. નવરાત્રિમાં અનેક શહેરોમાં વરસાદ પડવાની અંબાલાલ પટેલે આપી આગાહી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *