આજથી દિવાળી સુધીની ઘાતક આગાહી, લખવું હોય તો લખી લેજો, હવામાન વિભાગ અને અંબાલાલ બંનેએ એકસાથે કરી આગાહી…

3 થી 5 ઓક્ટોબર દરમિયાન નવરાત્રિ દરમિયાન હસતા નક્ષત્રમાં ગાજવીજ અને પવન સાથે કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. 9 થી 12 દરમિયાન ચિત્રા નક્ષત્રમાં કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા, 8 થી 10 ઓક્ટોબર દરમિયાન દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતના અમુક ભાગોમાં વરસાદ પડી શકે છે. 10 થી 14 ઓક્ટોબર દરમિયાન અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ બનવાની શક્યતાઓ છે. જે વરસાદી સિસ્ટમ ચક્રવાતનું સ્વરૂપ પણ ધારણ કરી શકે છે. 28 ઓક્ટોબર સુધીમાં આ સાયકલોન ચક્રવાતમા રૂપાંતર થઈ શકે છે. ચક્રવાતની અસર સૌરાષ્ટ્ર સહિતના ભાગોમાં વરસાદના રૂપે જોવા મળી શકે છે.

હજુ 3 દિવસ એટલે કે 30 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે તેવી હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી  છે. તેમણે કહ્યું કે, સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદ પડશે. હજી પણ પૂર્વ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ આવશે. વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં વરસાદ પડી શકે છે. તેમણે જણાવ્યું છે કે, વરસાદની સિસ્ટમ ગુજરાતની ખૂબ નજીક પહોંચી છે. તેના અમુક ભાગો ગુજરાત પર પણ આવી ગયા છે. ત્યારે ગુજરાતમાં આજે અને આવતીકાલે સારો વરસાદ વરસે તેવી શક્યતા છે. આ સાથે તેમણે રાજ્યના કયા કયા ભાગોમાં વરસાદની તીવ્રતા વધારે જોવા મળશે તે અંગેની પણ આગાહી કરી છે.

3 ઓક્ટોબરથી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે. હવામાન વિભાગે લેટેસ્ટ અપડેટમાં જણાવ્યું કે, દેશના અનેક રાજ્યોમાં વરસાદી માહોલ યથાવત રહેશે. આઈએમડીના જણાવ્યા અનુસાર યુપી, બિહાર, રાજસ્થાન, ઝારખંડ સહિત કેટલાક અન્ય રાજ્યોમાં છે. આવી સ્થિતિમાં વરસાદ નવરાત્રિમાં પણ વિક્ષેપ લાવી શકે છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર એરિયા અને સાયક્લોનિક સરક્યુલેશન હજુ પણ યથાવત છે. તેની અસરને કારણે ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં પણ વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે આ સમયગાળા દરમિયાન ઘણા રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી પણ જારી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *