3-3 સિસ્ટમ થઇ સક્રિય, 200 ટકા આ 10 જીલ્લામાં થશે જળ બંબાકાર, અંબાલાલ પટેલે તારીખ અને સ્થળ સાથે કરી આગાહી…
અંબાલાલ પટેલે 5 ઓક્ટોબર સુધી ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપીમાં મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. 9 તારીખ પછી સુરત, વલસાડ, નવસારી, દમણ દાદરાનગર હવેલીમાં મધ્યમ વરસાદની આગાહી છે. સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢમાં હળવા વરસાદની આગાહી છે. અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ, દીવમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે.
ત્રણ ઓક્ટોબર નવરાત્રિના પ્રથમ દિવસથી 5 ઓક્ટોબર સુધી હસતા નક્ષત્રમાં ગાજવીજ અને પવન સાથે કેટલાક ભાગોમાં ધોધમાર વરસાદ થવાની શક્યતા છે. જ્યારે 9થી 12 ઓક્ટોબર દરમિયાન ચિત્રા નક્ષત્રમાં પણ વરસાદ વરસશે. આ આગાહી કરી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે. જી હાં, નવરાત્રિમાં વરસાદની વરસવાની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલની આગાહીથી ખેલૈયાઓની ચિંતા વધી ગઈ છે, કેમ કે ખેલૈયાઓ ગરબે ઘૂમવા થનગનાટ કરી રહ્યા છે અને બીજી તરફ આ વરસાદ નવરાત્રિના રંગમાં ભંગ પાડી શકે છે.
તેમણે કહ્યું કે, શરદ પૂનમ પછી પણ હવામાનમાં ફેરફાર થતા રહેશે અને ક્યાંક ક્યાંક હળવો વરસાદ થવાની શક્યતા રહેશે. શરદ પૂનમથી દેવ દિવાળી સુધીના ભાગોમાં હવામાનમાં પલટા આવ્યા કરશે અને દરિયા ભારે પવન ફૂંકાશે. તારીખ 18, 19, 20 ઓક્ટોબર દરમિયાન બંગાળના ઉપસાગરમાં ભારે વાવાઝોડું છે અને તારીખ 22 સુધીમાં રાજ્યના ભાગોમાં વાદળવાયુ વાતાવરણ થઈ શકે અને ક્યાંક માવઠું થવાની શક્યતા પણ રહી શકે છે.
મોટાભાગના જિલ્લાઓમાં ગાજવીજ સાથે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુકાવાની શક્યતા છે. રવિવારે પણ રાજ્યમાં વરસાદની આગાહી છે. આવતીકાલે પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરતમાં ભારે વરસાદ સાથે યેલો અલર્ટ છે. તો ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં યલો અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની આગાહી છે.
30 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે તેવી હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી છે. તેમણે કહ્યું કે, સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદ પડશે. હજી પણ પૂર્વ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ આવશે. વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં વરસાદ પડી શકે છે. તેમણે જણાવ્યું છે કે, વરસાદની સિસ્ટમ ગુજરાતની ખૂબ નજીક પહોંચી છે. તેના અમુક ભાગો ગુજરાત પર પણ આવી ગયા છે. ત્યારે ગુજરાતમાં આજે અને આવતીકાલે સારો વરસાદ વરસે તેવી શક્યતા છે. આ સાથે તેમણે રાજ્યના કયા કયા ભાગોમાં વરસાદની તીવ્રતા વધારે જોવા મળશે તે અંગેની પણ આગાહી કરી છે.