200 ટકા ભાદરવો કરશે ભડાકા, આ 10 જીલ્લામાં પડશે ધોધમાર વરસાદ, અંબાલાલ પટેલે તારીખ સાથે કરી આગાહી…
આજે અને આવતીકાલે સારો વરસાદ વરસે તેવી શક્યતા છે. અંબાલાલ પટેલે પણ અગાઉથી જ નવરાત્રિ દરમિયાન વરસાદની વકી અંગે આગાહી કરેલી છે. આગામી ૩ થી ૫ ઓક્ટોબર દરમિયાન રાજ્યના મોટાભાગના સ્થળોએ મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાત, પંચમહાલ, બનાસકાંઠા, અમદાવાદના ભાગોમાં વરસાદી ઝાપટા પડી શકે છે. દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, મધ્ય સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં વરસાદની શકયતા જણાવી હતી. ઉપરાંત 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે હથિયામાં ગાજવીજ સાથે કેટલાક ભાગોમાં વરસાદ થશે. નવરાત્રી દરમિયાન રાજ્યમાં વરસાદની શકયતા અંબાલાલે જણાવી હતી.
નવરાત્રિમાં વરસાદને લઇ અંબાલાલ પટેલે એક આગાહી કરી છે. 10થી 12 ઓક્ટોબરે અનેક ભાગોમાં વરસાદની શકયતા રહેશે. શરદ પૂનમની રાતે ચંદ્ર જો કાળા વાદળો વચ્ચે આખી રાત ઢંકાયેલ રહેશે તો સમુદ્રમાં વાવઝોડું આવવાની શક્યતા છે.નવરાત્રીના દિવસોમાં પણ ગરમી, ઉકળાટ વધુ રહેશે. આ દિવસોમાં ઘણા ભાગોમાં આકાશ સ્વચ્છ રહેશ, પરંતુ એકા એક સ્થાનિક હલચલથી વરસાદ થવાની શકયતા રહેલી છે.
આ વખતે 7થી 13 સપ્ટેમ્બરમાં અરબી સમુદ્રમાં હલચલ થવાની શકયતા છે. તથા 14 થી 28 સપ્ટેમ્બર સુધીમાં બંગાળ ઉપ સાગરમાં ભારે વાવઝોડું સર્જાવવાની અને આ ઉપરાંત અરબી સમુદ્રમાં પણ 28 ઓક્ટોબર સુધીમાં સાનુકૂળતાના લીધે વાવઝોડું થવાની શકયતા રહેલી છે. અમરેલી, જુનાગઢ, ભાવનગર, સુરત, રાજકોટ, સુરેન્દ્રનગર, કરછ, પોરબંદર, દ્વારકા, જામનગર, ખંભાળિયામાં વરસાદની શક્યતા હોવાની આગાહી કરવામાં આવી છે.