હાથિયો નક્ષત્ર મચાવશે ધમાલ, 200 ટકા આ 10 જિલ્લાને ધમરોળશે, અંબાલાલ અને હવામાન વિભાગ બંનેએ એકસાથે કરી આગાહી..
આગાહીકાર અંબાલાલની આગાહી સાથો સાથ હવામાન વિભાગ દ્વારા પણ વરસાદ અંગે મોટી આગાહી કરવામાં આવી છે ૨૫ થી ૨૯ સપ્ટેમ્બરમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ કોઈ ભાગોમાં ૧૦ ઈંચ તો ક્યાંક વળી ૧૨ ઈંચ વરસાદ થવાની પણ સંભાવના છે. ગુજરાતમાં નવરાત્રિ દરમિયાન વરસાદની સંભાવના પ્રબળ બની ગઈ છે. ૨૬, ૨૭, ૨૮માં બંગાળની શાખા અને અરબી સમુદ્રના પવનના કારણે રાજ્યના ઘણા ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેલી છે. વડોદરા અને પંચમહાલ પર મોટી ઘાત છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં મહેસાણા અને બનાસકાંઠાનો પણ આવી શકે છે વારો…
અંબાલાલ પટેલની આગાહી મુજબ હવે જે વરસાદ પડશે એ પાકને નુકસાન પહોંચી શકે છે. મેઘલ અવસ્થામાં આવેલ કૃષિ પાકોમાં પડી જવાની શક્યતા રહેશે. ૨૩ સપ્ટેમ્બરથી ૨૬ ઓક્ટોબર વચ્ચે ગરમી પડશે અને વરસાદની સ્થિતિ થતા ગરમીમાં ઘટાડો પણ થશે.
દક્ષિણ ગુજરાતના સુરત વગેરે ભાગોમાં પણ આજે ભારે વરસાદ થઈ શકે છે. નીચાણવાસ વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા રહેશે. વરસાદ તા.૨૫, ૨૬, ૨૭, ૨૮ સુધી રહેશે અને ગાજવીજનું પ્રમાણ વધુ રહેશે. પવનનું પ્રમાણ વધારે રહેશે.
આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી છેકે, તા.૨૭ સપ્ટેમ્બરથી ૫ ઓક્ટોબર વચ્ચે હસ્ત નક્ષત્રમાં પણ ગાજવીજ સાથે ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદની સંભાવના રહેશે. નવરાત્રિ વખતે હાથિયો અને ચિત્રા નક્ષત્રમાં ગાજવીજ સાથે ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. અંબાલાલ પટેલે એવી પણ આગાહી કરી છેકે, હવે ખાસ કરીને મધ્ય ગુજરાતના કેટલાંક હિસ્સામાં અને ઉત્તર ગુજરાતમાં અંદાજા બહારનો વરસાદ વરસી શકે છે.