40 ની ઝડપે ફૂંકાશે પવન, આ 13 જિલ્લામાં પડશે ધોધમાર વરસાદ, હવામાન વિભાગ અને અંબાલાલ બંનેએ એકસાથે કરી આગાહી…
ગુજરાતમાં 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને સામાન્યથી મધ્યમ વરસાદની વરસશે. દક્ષિણ ગુજરાતના વલસાડ, સુરત, ડાંગ, તાપી, નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ વરસી શકે છે. તો સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટીની સંભાવના છે. આગામી 5 દિવસ વરસાદી માહોલ રહેશે.
બુધવારે બપોર બાદ અચાનક જ મોટા ભાગના શહેરોમાં વાતાવરણમાં પલટો આવ્યો અને ધોધમાર વરસાદ ખાબક્યો હતો. અમદાવાદ, સુરત, છોટાઉદેપુર સહિતના શહેરોમાં વરસાદે સટાસટી બોલાવી દીધી હતી. માત્ર બેથી અઢી કલાકના વરસાદના કારણે રાજ્યના અનેક શહેરોમાં પાણી ભરાવાની તસવીરો પણ સામે આવી. હાલમાં ગુજરાત રાજ્ય પર 16 ડીગ્રી ઉત્તરમાં સિયર ઝોન સક્રિય થયું છે, જેને કારણે આગામી 5 દિવસ વરસાદી માહોલ રહેશે.
ગુજરાતમાં અત્યંત બફારા વચ્ચે વરસાદ વરસતા વાતાવરણ ઠંડુ થયું છે. અમદાવાદમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ અને સુરતમાં બે કલાકમાં બે ઈંચ વરસાદ નોંધાયો, જેથી સુરતના અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં વરસાદી પાણી ઘૂસ્યાં છે તેમજ રસ્તાઓ નદી બન્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. પાણી ભરાતા લોકોને ભારે મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો હતો. ભારે પવન ફૂંકાવાની સાથે ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી.
વાત કરીએ અમદાવાદની તો અમદાવાદના નરોડા, કોતરપુર, એરપોર્ટ, સરદારનગર, જમાલપુર, લાલદરવાજા, આસ્ટોડિયા અને સીટીએમ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો..જ્યારે પશ્ચિમ વિસ્તારમાં એસજી હાઈવે, શિવરંજની સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. ખેડાના નડિયાદ અને છોટાઉદેપુરના વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો અને મેઘરાજાનું આગમન થયું હતું.