ઘરે ઘરે જાહેર કરી દો, આ 20 જિલ્લામાં પડશે 20-20 ઇંચ વરસાદ, અંબાલાલ પટેલે તારીખ અને સ્થળ સાથે કરી આગાહી…

વરસાદી સિસ્ટમ મજબૂત થઈ જવાના જેના લીધે ૨૫ થી ૨૮ સપ્ટેમ્બરમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ કોઈ ભાગોમાં ૧૦ ઈંચ તો ક્યાંક વળી ૧૨ ઈંચ વરસાદ થવાની પણ સંભાવના છે. આથી આ ભાગોમાં પૂર આવવાની પણ શક્યતા રહેતા કાળજી રાખવાની આવશ્યકતા રહેશે. ગુજરાતમાં નવરાત્રિ દરમિયાન વરસાદની સંભાવના પ્રબળ બની ગઈ છે. ૨૬, ૨૭, ૨૮માં બંગાળની શાખા અને અરબી સમુદ્રના પવનના કારણે રાજ્યના ઘણા ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેલી છે.

26 ઓક્ટોબરથી ગુજરાતમાં પડશે ગરમી, વચ્ચે વચ્ચે વરસાદ પણ પડશે. દક્ષિણ ચીનમાં બનેલા સઘન વાવાઝોડાના અવશેષો બંગાળના ઉપસાગરમાં આવતા બંગાળાની શાખા સક્રિય થઈ છે અને આ મજબૂત સિસ્ટમ થોડા ઓડિસ્સાના ભાગો, ઝારખંડના ભાગો, છતીસગઢના ભાગો અને મહારાષ્ટ્રના ભાગો તરફ આવતા અને અરબી સમુદ્રનો પણ ભેજ ભળતા લગભગ મુંબઈથી સુરત સુધી આ સિસ્ટમ મજબૂત થઈ ગઈ છે.

આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી છેકે, તા.૨૭ સપ્ટેમ્બરથી ૫ ઓક્ટોબર વચ્ચે હસ્ત નક્ષત્રમાં પણ ગાજવીજ સાથે ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદની સંભાવના રહેશે. નવરાત્રિ વખતે હાથિયો અને ચિત્રા નક્ષત્રમાં ગાજવીજ સાથે ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે.

અંબાલાલ પટેલે એવી પણ આગાહી કરી છેકે, હવે ખાસ કરીને મધ્ય ગુજરાતના કેટલાંક હિસ્સામાં અને ઉત્તર ગુજરાતમાં અંદાજા બહારનો વરસાદ વરસી શકે છે. એમાંય વડોદરા અને પંચમહાલ પર મોટી ઘાત છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં મહેસાણા અને બનાસકાંઠાનો પણ આવી શકે છે વારો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *