200 ટકા આવશે વાવાઝોડું, આ 10 જીલ્લામાં પડશે ધોધમાર વરસાદ, અંબાલાલ અને હવામાન વિભાગ બંનેએ એકસાથે કરી આગાહી…
ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી મેઘરાજાએ વિરામ લીધો છે પરંતુ ફરી એક વખત મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ શકે છે,, બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં 30 સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતના અનેક વિસ્તારમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસી શકે છે. છેલ્લા રાઉન્ડમાં ગુજરાતના 60 ટકા વિસ્તારમાં વરસાદ વરસી શકે છે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં એક ઈંચની આસપાસ અને સૌરાષ્ટ્રના બોટાદ, ભાવનગર, જૂનાગઢ અને અમરેલીમાં એકથી ચાર ઈંચ સુધી વરસાદની શક્યતા છે. વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી,નવસારી, ડાંગમાં આવતીકાલે ઓરેન્જ અલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. 26-27 અને 28 સપ્ટેમ્બરે અમદાવાદમાં પણ ભારે વરસાદ સાથે યેલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 26 સપ્ટેમ્બરે અમદાવાદ, બોટાદ, ગીર સોમનાથ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ અને, નર્મદામાં યેલો અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં પણ અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ, 24થી 28 તારીખ સુધી વરસાદ વરસશે. બંગાળમાં સિસ્ટમ સક્રિય બનતા વરસાદી માહોલ રહેશે. બંગાળમાં જે સિસ્ટમ સક્રિય બનશે તે દક્ષિણ ગુજરાતમાં વરસાદ લાવશે. વરસાદના આ છેલ્લા રાઉન્ડ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ વ્યક્ત કરી છે.
ચોમાસુ વિદાય થતાં પણ ભારે વરસાદ વરસવાની તેમણે આગાહી કરી છે. 24થી 26 વાવાઝોડું થવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે. બે વાવાઝોડા ઉપરાંત માવઠા થવાની પણ તેમણે વ્યક્ત કરી છે. આ વખતે ગરમી પુષ્કળ પડવાની શક્યતા છે. નવેમ્બરથી ડિસેમ્બર માસમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. તે સમયે ગળામાં માવઠું થશે.