ગામેગામ જાહેર કરી દો, વરસાદની તારીખો પણ જોઇ લેજો, હવામાન વિભાગ અને અંબાલાલ બંનેએ એકસાથે કરી આગાહી…

બંગાળની ખાડીમાં સાઇક્લોન સર્ક્યુલેશન સક્રિય થતાં સાત દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી…હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ બન્નેની આગાહી એક થઈ ગઈ છે.  આજથી સાત દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે. હાલ દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. જો કે આગામી દિવસોમાં હજુ પણ વરસાદ વધશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી સાત દિવસ સુધી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મૂશળધાર વરસાદ પડી શકે છે. ઘણા દિવસો બાદ હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં યેલો અને ઓરેન્જ એલર્ટ આપ્યું છે. આગામી 28 તારીખ સુધી રાજ્યમાં વરસાદની આગાહી છે.

જો કે સમગ્ર ગુજરાતમાં વરસાદ પડશે નહીં, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ અને મધ્ય ગુજરાતમાં વરસાદની શકયતા છે. રાજ્યમાં વરસાદની વિદાય હજુ થઇ નથી. ત્યારે ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં ચોમાસું વિદાય લે તેવી શકયતાઓ છે. આગાહીકાર અંબાલાલ પણ અગાઉ કહી ચુક્યા છેકે, સપ્ટેમ્બર મહિનાનો છેલ્લો સપ્તાહ ગુજરાતમાં ફરી ધળબળાટી બોલાવશે વરસાદ. ફરી એકવાર ગુજરાતને ઘમરોળશે મેઘરાજા. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર વધારે રહેશે.

ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થશે. બંગાળની ખાડીમાં સાઇક્લોન સર્ક્યુલેશન સક્રિય થતાં સાત દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. ગુજરાતમાં હાલમાં તાપમાનનો પારો 30 ડિગ્રી સેલ્સિયસ કરતા વધુ નોંધાઈ રહ્યો છે. તેમાં પણ કેટલાક જિલ્લાઓમાં તો મહત્તમ તાપમાનનો પારો 35 ડિગ્રી સેલ્સિયસ કરતાં પણ ઊંચો જઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા હજુ એક વરસાદી રાઉન્ડની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *