સગા સંબંધીને ફોન કરી દો, 500 ટકા આ 8 જિલ્લામાં થશે જળ બંબાકાર, હવામાન વિભાગે રાતોરાત કરી આગાહી…
હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ દરમિયાન રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં હળવા-મધ્યમ વરસાદની સાથે અમુક જગ્યાએ ભારે વરસાદની આગાહી શક્યતા રહેલી છે.હવામાન વિભાગે આગામી 7 દિવસના ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ થવાનું પૂર્વાનુમાન જાહેર કર્યું છે. જોકે, કચ્છમાં આગામી સાત દિવસ દરમિયાન હવામાન સૂકું રહેવાની શક્યતા છે. ભારે વરસાદની આગાહીની વાત કરતાં હવામાન વિભાગે જણાવ્યું કે, પાંચ દિવસ નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી માટે ભારે વરસાદની શક્યતા રહેલી છે. સાથે જ 6 અને 7માં દિવસે પણ નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી માટે ભારે વરસાદની શક્યતા છે.
વરસાદની આગાહીના કારણે અંગે હવામાન વિભાગે જણાવ્યું કે, અત્યારે એક સાયક્લોનિક સર્ક્યુલેશન બંગાળની ખાડી અને બીજી સાયક્લોનિક સર્ક્યુલેશન થાઇલેન્ડ પાસે સક્રિય છે. આ બન્ને સાયક્લોનિક સર્ક્યુલેશના કારણે 23 તારીખે એક લો પ્રેશર એરિયા બની શકે છે. તેની હલચલ ઉત્તર પશ્ચિમ દિશામાં જોવા મળશે.
આ સિસ્ટમના પ્રભાવ અને તેની હલચલને ધ્યાનમાં રાખતાં 5, 6 અને 7માં દિવસે વલસાડ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલી માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.