એક્શન મોડમાં આવ્યો ગંભીર, કોહલીને બહાર કરીને બીજી મેચમાં આ ખેલાડીને આપશે સ્થાન…
પ્રથમ ટેસ્ટ મેચ દરમિયાન બાંગ્લાદેશ સામે વિરાટ કોહલી સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યો છે. પ્રથમ દાવ દરમ્યાન તેણે 6 રન બનાવ્યા હતા અને બીજા દાવમાં 17 રન બનાવીને ખરાબ રીતે આઉટ થયો હતો. આવી સ્થિતિમાં ગંભીર હવે તેના રિપ્લેસમેન્ટ ની ચર્ચા કરી રહ્યો છે. આવતી મેચમાં કોહલીના સ્થાને સરફરાજ ખાનને મેદાને ઉતારવામાં આવી શકે છે. હવે તેને ભવિષ્ય તરીકે સેટ કરવામાં આવશે.
ભારત અને બાંગ્લાદેશ બંને દેશોના ખેલાડીઓ છેલ્લા ઘણા સમયથી પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા હતા. આ ટેસ્ટ મેચ તમામ ખેલાડીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. પ્રથમ ટેસ્ટમાં જ બંને ટીમોના ખેલાડીઓ પૂરેપૂરું બળ લગાવતા જોવા મળી શકે છે. શરૂઆતથી જ જીત મેળવવાના પ્રયાસો કરતા જોવા મળશે.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ઘણી વખત અત્યાર સુધી ટેસ્ટ મેચ રમાઈ ચૂકી છે. બંને ટીમો ઘણી મજબૂત દેખાઈ રહી છે. ભારતીય ટીમની વાત કરીએ તો રોહિત શર્મા અને ગૌતમ ગંભીર અત્યારથી જ ભવિષ્યને ધ્યાનમાં રાખીને ટીમો મજબૂત બનાવી રહ્યા છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની પણ તૈયારીઓ ચાલી રહી છે.
ગૌતમ ગંભીર આવતાની સાથે જ ઘણા નવા ચહેરાઓને સ્થાન આપ્યું છે. બીજી તરફ રોહિત શર્માએ પણ ટેસ્ટ ટીમને મજબૂત બનાવવા માટે યુવા ખેલાડીઓને સામેલ કર્યા છે. આવી સ્થિતિમાં આગામી સમયમાં ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ જેવી ટીમમાં સામે પણ જીત મેળવવાની શક્યતાઓ રહેલી છે.
બંને દેશો વચ્ચેની ચાર મેચોની ટેસ્ટ સીરીઝ યુવા ખેલાડીઓ માટે ખૂબ જ અગત્ય પૂર્ણ રહેશે કારણ કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પહેલા દરેક ટીમો નવા ખેલાડીઓને સેટ કરી રહી છે. આવી સ્થિતિમાં તેઓ કાયમી સ્થાન પણ બનાવી શકે છે. જેથી આ સિરીઝ ભારતની ધરતી પર સોનેરી સાબિત થઈ શકે છે.