100% રાહુલની થશે છુટ્ટી, ગંભીરે આ ઘાતક ખેલાડીને બીજી મેચ માટે કર્યો તૈયાર…

પ્રથમ ટેસ્ટ મેચના પ્રથમ દિવસ દરમિયાન ઘણા ખેલાડીઓ સફળ રહ્યા પરંતુ રાહુલ ફરી એક વખત નિષ્ફળ રહ્યો છે. તે 52 બોલમાં 16 રન બનાવીને આઉટ થયો છે. આ પહેલા દિલીપ ટ્રોફીમાં પણ તે મોટો સ્કોર બનાવી શક્યો ન હતો. તે હજુ પણ ફોર્મમાં આવ્યો નથી. આવા કારણોસર ગંભીરે બીજી મેચ માટે સરફરાજ ખાનને પસંદ કર્યો હોય તેવા સમાચાર સામે આવ્યા છે. તેને હવે મેદાને અજમાવવામાં આવી શકે છે.

ભારત અને બાંગ્લાદેશ બંને દેશોના ખેલાડીઓ છેલ્લા ઘણા સમયથી પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા હતા. આ ટેસ્ટ મેચ તમામ ખેલાડીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. પ્રથમ ટેસ્ટમાં જ બંને ટીમોના ખેલાડીઓ પૂરેપૂરું બળ લગાવતા જોવા મળી શકે છે. શરૂઆતથી જ જીત મેળવવાના પ્રયાસો કરતા જોવા મળશે.

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ઘણી વખત અત્યાર સુધી ટેસ્ટ મેચ રમાઈ ચૂકી છે. બંને ટીમો ઘણી મજબૂત દેખાઈ રહી છે. ભારતીય ટીમની વાત કરીએ તો રોહિત શર્મા અને ગૌતમ ગંભીર અત્યારથી જ ભવિષ્યને ધ્યાનમાં રાખીને ટીમો મજબૂત બનાવી રહ્યા છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની પણ તૈયારીઓ ચાલી રહી છે.

ગૌતમ ગંભીર આવતાની સાથે જ ઘણા નવા ચહેરાઓને સ્થાન આપ્યું છે. બીજી તરફ રોહિત શર્માએ પણ ટેસ્ટ ટીમને મજબૂત બનાવવા માટે યુવા ખેલાડીઓને સામેલ કર્યા છે. આવી સ્થિતિમાં આગામી સમયમાં ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ જેવી ટીમમાં સામે પણ જીત મેળવવાની શક્યતાઓ રહેલી છે.

બંને દેશો વચ્ચેની ચાર મેચોની ટેસ્ટ સીરીઝ યુવા ખેલાડીઓ માટે ખૂબ જ અગત્ય પૂર્ણ રહેશે કારણ કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પહેલા દરેક ટીમો નવા ખેલાડીઓને સેટ કરી રહી છે. આવી સ્થિતિમાં તેઓ કાયમી સ્થાન પણ બનાવી શકે છે. જેથી આ સિરીઝ ભારતની ધરતી પર સોનેરી સાબિત થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *