રોહિતે કહ્યું- અક્ષર પટેલ થશે બહાર અને આ ગુજરાતી ખેલાડીને પ્રથમ મેચમાં મળશે સ્થાન…
આવતીકાલથી ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ રમાવાની છે. અક્ષર પટેલની વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી તેણે બેટીંગ અને બોલિંગ બંનેમાં તબાહી મચાવી છે પરંતુ રોહિતના જણાવ્યા પ્રમાણે આવતીકાલે અક્ષર પટેલને બહાર કરીને રવિન્દ્ર જાડેજાને સ્થાન આપવામાં આવશે. જાડેજા ફરી એક વખત મેદાન પર વાપસી કરતો જોવા મળશે. તે પહેલેથી ટેસ્ટમાં ઘણું સારું પ્રદશન કરતો આવ્યો છે. જેથી તેને પ્રાથમિકતા આપવામાં આવશે તેવું નક્કી કરવામાં આવ્યું છે.