રોહિતને લાગ્યો ઝટકો, ગુજરાતનો આ ઘાતક ખેલાડી થયો ગંભીર રીતે ઇજાગ્રસ્ત…
રોહિત શર્માની આગેવાની હેઠળ ભારતીય ક્રિકેટ ટીમ આવતીકાલે બાંગ્લાદેશ સામે પ્રથમ ટેસ્ટ મેચ રમવાની છે. આ મેચ માટે હાલમાં પ્રેક્ટિસ શરૂ કરવામાં આવી હતી. પ્રેક્ટિસ વચ્ચે હાલમાં એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ગુજરાતી ઓલ રાઉન્ડર અક્ષર પટેલ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. જેના કારણે તેને તાત્કાલિક મેદાનની બહાર લઈ જવામાં આવ્યો હતો. તે લાંબા સમય સુધી બહાર રહે તેવી પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે. આ એક મોટો ઝટકો પણ ગણી શકાય છે.