2-2 સિસ્ટમ થઇ સક્રિય, સાવધાન! આ 10 જિલ્લાને અપાયું રેડ એલર્ટ, હવામાન વિભાગ અને અંબાલાલ બંનેએ એક સાથે કરી આગાહી…

ગુજરાતમાંથી હાલ વરસાદ ગાયબ થયો છે. હાલ ક્યાંય પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આવામાં આગાહીકાર અંબાલાલ પટેલની નવી આગાહી આવી છે. અંબાલાલ પટેલે સપ્ટેમ્બરમાં વરસાદના નવા રાઉન્ડની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, 20 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદના યોગ સર્જાયા છે. આજે રાજ્યના કેટલાક ભાગોમાં છૂટો છવાયો વરસાદ રહેશે. આજે પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ રહેશે. આજે પંચમહાલમાં વરસાદ વધુ રહેશે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું કે, 19 ને 20 સપ્ટેમ્બરમાં દક્ષિણ ચીનમાં પ્રચંડ વાવાઝોડું બનતા તેની અસર બંગાળના ઉપસગારમાં આવશે. જેનાથી ડીપ ડિપ્રેશન બનશે. જે 21 અને 23 સપ્ટેમ્બર સુધી મજબૂત બનતા પૂર્વ ગુજરાતમાં અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ આવવાની શક્યતા છે. 22 સપ્ટેમ્બરથી ગુજરાતના હવામાનમાં પલટો આવતા ભારે વરસાદની શક્યતા છે. 23-24 સપ્ટેમ્બરમાં પશ્ચિમી વિક્ષેભ આવશે. જેની ગુજરાત ઉપર મોટી અસર થશે, તેની અસરથી 22 થી 25 માં ભારે વરસાદી ઝાપટા પડશે. 27 સપ્ટેમ્બરથી ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. 9 થી 10 ઓક્ટોબર સુધીમાં સૂર્ય ચિત્રા નક્ષત્રમાં આવતા વરસાદી સિસ્ટમ બનશે. 16 થી 17 ઓક્ટોબરે ચંદ્ર જો આખી રાત કાળા વાદળોમાં ઢંકાયેલો રહેશે તો દરિયામાં ભારે હલચલ થવાની શક્યતા છે.

ચીનમાં યાગી વાવાઝોડાને કારણે ઓછામાં ઓછા 2 વ્યક્તિના મોત થયા છે અને આ ભીષણ વાવાઝોડાએ ભીષણ સ્વરૂપ ધારણ કર્યું છે, તેને પગલે ચીનના વહિવટીતંત્રએ આશરે 4 લાખ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે. મળતી માહિતી પ્રમાણે ચીનના દ્વિપીય પ્રાંત હૈનાન તટ પર ભારે વરસાદ અને તોફાની પવન ફૂંકાઇ રહ્યો છે, જેમાં બે વ્યક્તિના મોત થયા છે અને આશરે 100 લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ સાથે ફરી વખત એલર્ટ આપવામાં આવ્યું છે. સુપર ટાયફૂન યાગીએ દક્ષિણ ચીનના ટાપુ પ્રાંત હૈનાનમાં ભારે વરસાદ અને ભારે પવન સાથે ત્રાટક્યું હતું.

બંગાળની ખાડીમાં નીચા દબાણનું ક્ષેત્ર બન્યું છે, જેના કારણે ઘણા રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે શનિવારથી આવતા ચાર દિવસ એટલે કે 19 થી 20 સપ્ટેમ્બર સુધી ઓડિશા, તટીય આંધ્રપ્રદેશ, તેલંગાણા ખાતે મુશળધાર વરસાદ વરસી શકે છે. છેલ્લા 24 કલાકમાં પૂર્વી રાજસ્થાન, તેલંગાણા, ઉત્તરાખંડ, હરિયાણા, પશ્ચિમી રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઓડિશા, તટીય આંધ્ર પ્રદેશ, કેરળમાં ખુબ જ ભારે વરસાદ થયો છે.

હવામાન વિભાગ અનુસાર, મધ્ય મહારાષ્ટ્રના ઘાટ વિસ્તારોમાં 9 અને 20 સપ્ટેમ્બર, વિદર્ભમાં 21 સપ્ટેમ્બરે ખુબ જ ભારે વરસાદ થશે, જ્યારે મધ્ય પ્રદેશમાં આગામી સાત દિવસ સુધી, ગુજરાતમાં 9 સપ્ટેમ્બર, છત્તીસગઢ, કોંકણમાં વરસાદ પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *