ખેડૂતો તારીખો લખી લેજો, 100 ટકા આ 10 જિલ્લા માટે ખતરો, અંબાલાલ પટેલે કરી છાતીના પાટીયા પાડી દે તેવી આગાહી…

અંબાલાલ પટેલે નવરાત્રિ આસપાસ વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. જ્યારે અંબાલાલ પટેલે પણ નવરાત્રિ દરમિયાન ભારે વરસાદની આગાહી આપી દીધી છે. એટલે ગરબા રસિકોના અરમાનો પણ પાણી ફરી વળે તેવા ઘાટ ઘડાશે. ભલે ભાદરવા મહિનાની શરૂઆત થઈ ગઈ હોય પરંતુ ગુજરાતમાં વરસાદની આગાહી હજુ પણ ચાલી રહી છે. રાજ્યમાં હજુ આગામી દિવસોમાં ભારે વરસાદની સંભાવના છે. રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ આવી શકે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલે આ જાણકારી આપી છે.

આવી ગઈ મોટી આગાહી! ભાદરવી પૂનમની આસપાસ ગુજરાતનું મોસમ બદલાશે, નવરાત્રિમાં તો ચારેય બાજુથી તૂટી જ પડશે વરસાદ…ઉત્તર ગુજરાતના દાંતા અને બનાસકાંઠા સિટી વિસ્તારમાં ભારે વરસાદનું આગાહી છે. ઉલ્લેખનીય છે કે ભાદરવી પૂનમની આસપાસ ગુજરાતનું હવામાન પલટાશે. તો નવરાત્રિમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે.

અંબાલાલ પટેલે જણાવ્યું છે કે સપ્ટેમ્બર મહિનામાં અષાઢી માહોલ જામશે. અષાઢમાં જેવી રીતે અનરાધાર વરસાદ વરસ્યો તેવી જ રીતે સપ્ટેમ્બરમાં પણ વરસાદ વરસશે. બંગાળના ઉપસાગરની સિસ્ટમ સક્રિય થઈ હોવાથી પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ આવી શકે છે. 22 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી રાજ્યમાં ફરી વરસાદનો રાઉન્ડ આવી શકે છે. આ વરસાદ નવરાત્રિના શરૂઆતી દિવસોની મજા બગાડી શકે છે. અંબાલાલની આગાહી પ્રમાણે હજુ રાજ્યમાંથી ચોમાસાએ વિદાય લીધી નથી.

બંગાળ ઉપસાગરમાં સક્રિય સિસ્ટમથી રાજ્યમાં લો પ્રેશરની સિસ્ટમ બનશે જેને કારણે 11 સપ્ટેમ્બરથી રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે, જેમાં ખાસ કરીને મધ્ય-પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. આ સાથે પંચમહાલ, બનાસકાંઠા, મહેસાણા, પાટણમાં વરસાદની શક્યતા છે. ઉતર ગુજરાતના કેટલાક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદની આગાહી છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે બંગાળની ખાડીમાં સર્જાયેલું લો-પ્રેશર વધારે મજબૂત બની પશ્ચિમ બંગાળ પરથી આગળ વધી મધ્ય ભારત તરફ આવી શકે છે. જો આ સિસ્ટમ વિખેરાઈ જાય કે નબળી પડે તો ગુજરાતમાં ઓછી અસર થશે. આ સિસ્ટમ આગામી દિવસોમાં ગુજરાત પહોંચશે એટલે ફરી વરસાદની સંભાવના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *