500 ટકા પાક ધોવાઇ જશે, હવે આ 10 જિલ્લામાં પડશે ધોધમાર વરસાદ, અંબાલાલ પટેલે આ 8 જિલ્લાને આપી ચેતવણી…
હાલ દક્ષિણ ગુજરાત પર ઓફશોર ટ્રફ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સસુન ટ્રફના કારણે વરસાદી માહોલ છવાયો છે. ગુજરાતના ઉત્તર પૂર્વી જિલ્લાઓમાં આગામી 5 દિવસ વરસાદ રહેશે. આ ઉપરાંત ભારતીય પંચાંગ મુજબ આજથી ઉત્તરા નક્ષત્રની શરૂઆત થઈ રહી છે, તેથી આજથી વરસાદી માહોલ બરાબરનો જામશે. અંબાલાલ પટેલે સપ્ટેમ્બરમાં વરસાદના નવા રાઉન્ડની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, 12 -13 સપ્ટેમ્બરથી ગુજરાતના હવામાનમાં પલટો આવતા ભારે વરસાદની શક્યતા છે. 15-16-17 સપ્ટેમ્બરમાં પશ્ચિમી વિક્ષેભ આવશે. જેની ગુજરાત ઉપર મોટી અસર થશે, તેની અસરથી 22 થી 25 માં ભારે વરસાદી ઝાપટા પડશે.
27 સપ્ટેમ્બરથી ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. 9 થી 10 ઓક્ટોબર સુધીમાં સૂર્ય ચિત્રા નક્ષત્રમાં આવતા વરસાદી સિસ્ટમ બનશે. 16 થી 17 ઓક્ટોબરે ચંદ્ર જો આખી રાત કાળા વાદળોમાં ઢંકાયેલો રહેશે તો દરિયામાં ભારે હલચલ થવાની શક્યતા છે.અંબાલાલ પટેલે કહ્યું કે, હજુ પણ રાજ્યમાં વરસાદ થવાની શક્યતા છે. 13 સેપ્ટેમ્બરથી ઉત્તર ભારત તરફ વરસાદી વહન જશે. તે પછી બંગાળ ઉપ સાગરમાં બનતી સિસ્ટમો અને દક્ષિણ ચીનમાં બનતા ચક્રવાતના અવશેષો બંગાળ ઉપસાગરમાં આવતા સાગર વધુ સક્રિય થશે. રાજ્યના કેટલાક ભાગોમાં છૂટો છવાયો વરસાદ તારીખ 13 સપ્ટેમ્બરથી પડી શકે છે. 18 થી 21 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે.
પૂર્વ ગુજરાતના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. તો પંચમહાલ, સાબરકાંઠા, ભારે વરસાદની શક્યતા છે. કચ્છના કેટલાક ભાગોમાં ભારે વરસાદ આવી શકે છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના ભાગોમાં હળવોથી ભારે વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના ભાગોમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે. જૂનાગઢના, અમરેલી, ભાવનગરના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે.
તેમણે જણાવ્યું કે, 27 સેપ્ટમ્બર થી 5 ઓક્ટોબરમાં હસ્ત નક્ષત્રમાં ગાજવીજ સાથે કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે છે. 10 ઓક્ટોબર થી 13 ઓક્ટોબર બંગાળ ઉપસાગરમાં ચક્રવાત થવાની શક્યતા રહેશે. નવરાત્રિ દરમિયાન છૂટો છવાયો વરસાદ આવશે. ગુજરાતમાં છેલ્લાં ઘણાં દિવસોથી ભારેથી અતિ ભારે વરસાદે જનજીવન પર અસર છોડી છે. ખાસ કરીને વડોદરા, દેવભૂમિ દ્વારકા અને જામનગરને માઠી અસર વરસાદથી પહોંચી છે. એવામાં હવે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર બેસી જતા પરિસ્થિતિ બદલાશે.
હવામાન અંગેના જાણકારોનો એક મત એવો પણ છેકે, ઉત્તરાનો વરસાદ ખુબ ઝેરી હોય છે. તેનાથી પાકનો દાટ વળી જાય છે. ખેતીવાડીને નુકસાન પહોંચે છે. ઉત્તરા નક્ષત્રને લઈ નિષ્ણાતોની વાત માનીએ તો, આ વરસાદમાં પાકનો ખૂબ બગાડ થાય. કેમ કે, પાક તૈયાર થઈ ગયો હોય તેના પર વરસાદ થતાં પાક બગડે છે. તેથી કહેવત છે કે, ‘જો વરસે ઉત્તરા તો ધાન ન ખાય કુતરા’ તે કહેવત પ્રમાણે જો વરસાદ થશે તો પાક બગડશે.